ધણીધોરી વગર ના વિસાવદર ની આબરૂના લીરેલીરા ઉડાડતા મુખ્ય રસ્તાઓ
વિસાવદર તાલુકાની આબરૂના લીરેલીરા ઉડાડતા મુખ્ય રસ્તાઓપૂવૅ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો મત વિસ્તાર અને કેન્દ્રમાં રહેલી સરકારમાં સતત ત્રીજી વખત પક્ષના સાંસદ આપનાર વિસાવદરના રસ્તાઓ મસમોટા ભ્રષ્ટાચાર ના પર્યાય સમા છે.મુખ્ય રસ્તાઓ પર ખાડાઓની વચ્ચે વચ્ચે ક્યાંક રોડ દેખાય છે.અને સરદારની પ્રતિમા પણ આજે એમ કહી રહી છે કે આ દેશના ટુકડાઓ થતાં બચાવ્યા પણ આ રોડના ટુકડાઓ માટે કોણ જવાબદાર ચોક છે? પી.ડબ્લ્યુ.ડી. અને નગરપાલિકા બંને એકબીજાના હદમાં રોડ આવે છે એવી જવાબદારી ની ખો ખોની રમત રમી રહ્યા છે.લોકોની હાડમારી એવી છે કે અકસ્માતો થતા જાય છે.પણ રાજકીય નેતાગીરી ના પેટનુ પાણી હલતું નથી તો વિપક્ષમાં બેઠેલાને પણ ટુકડો મળી ગયો લાગે છે.એટલે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ કરેલ છે.ડાયમંડ ચોક થી બસ સ્ટેશન રોડ પર વાહન ચલાવતા હોયત્યારે વિસાવદર શહેર ના રોડ ઉપર વાહન ચલાવીએ છીએ કે ભૂગર્ભ ગટર ના ખાડા માં વાહન ચલાવતા હોય એવું લાગે છે.થોડા સમય પહેલા રસ્તા પર વૃક્ષારોપણ કરીને સંતોષ માનીને ખોટી પ્રસિધ્ધી મેળવવા વાળા કેમ રોડ રસ્તાઓ માટેઉપવાસઆંદોલન કરીને રોડ ઉપર ઉતરતા નથી.કેપછી ટૂકડો કમીશન તેમનેપણ પહોંચી ગયુંછેવિસાવદર ના રાજકીય પદાધિકારીઓને આમ જનતાનો મસમોટો પ્રશ્ન દેખાતો નથી.કચેરીઓના અધિકારીઓ પણ આ રસ્તાઓ જોઈને ચૂપચાપ બેસી તમાશો જોતા હોય એવું લાગે છે.પેશ કદમી વખતે બણગાં ફૂકતા ફૂંકતા સામાન્ય પ્રજાને દબાવતા જે.સી.બી. ચલાવતા અધિકારીઓ ક્યાં ખોવાઈ ગયા છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.