જસદણના કનેસરા ગામે જાહેરમાં જુગાર રમતા 6 શકુનિઓ રૂ.6 હજારની રોકડ સાથે ઝડપાયા - At This Time

જસદણના કનેસરા ગામે જાહેરમાં જુગાર રમતા 6 શકુનિઓ રૂ.6 હજારની રોકડ સાથે ઝડપાયા


જસદણ શહેર અને પંથકમાં જાણે કે જુગારીઓની સીઝન ખુલી હોય તેમ છાશવારે જુગારધામ ઝડપાઈ રહ્યા છે. ત્યારે જસદણ તાલુકાના કનેસરા ગામે જાહેરમાં ચાલતા જુગારધામ પર ભાડલા પોલીસે દરોડો પાડી જુગાર રમતા 6 શખ્સોને રૂ.6120 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના કનેસરા ગામે જાહેરમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની ભાડલા પોલીસને બાતમી મળતા પીએસઆઈ આર.એસ.સાંકળીયા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન જુગાર રમતા કનેસરા ગામના ચોથા સવસીભાઈ કુકડીયા, રમેશ છગનભાઈ કુકડીયા, ચતુર છગનભાઈ કુકડીયા, મગન સવસીભાઈ કુકડીયા, ભરત ચનાભાઈ ડેરવાળીયા અને હરેશ ધનજીભાઈ કુકડીયાને પકડી પાડી રૂ.6120 ની રોકડ ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. જો કે આ જુગારધામમાં પોલીસને જંગી રોકડ રકમ મળી હોવા છતાં સામાન્ય રોકડ રકમ પોલીસ ચોપડે દેખાડી હોવાની અને નામચીન જુગારીઓને પોલીસ ચોપડે ન દર્શાવી બારોબાર જવા દીધા હોવાની લોકમુખે ચર્ચાઓ થવા લાગતા ભાડલા પોલીસની કામગીરી શંકાસ્પદ બની જવા પામી છે. જો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ભાડલા પોલીસ મથકના સીસીટીવી કેમેરા ચકાસવામાં તો સમગ્ર હકીકત પરથી પરદો ઉઠી શકે તેમ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.