રાજકોટના રંગોળીકાર પાણીમાં અયોધ્યા મંદિર, શ્રીરામની રંગોળી બનાવશે
અયોધ્યા કલા સંસ્કૃતિ મહાકુંભ અાયોજિત તા.20 ડિસે.થી 24 ડિસે. દરમિયાન કલા મહોત્સવ યોજાશે. ત્યારે રાજકોટના વિશિષ્ટ રંગોળી કલામાં જેમનું નામ છે તેવા ડો. પ્રદીપ દવેને અા કલા મહોત્સવમાં અયોધ્યા ખાતે રંગોળી બનાવવા અામંત્રણ મળ્યું છે. તેઅો 20મીઅે રામ જન્મભૂમિ અયોધ્યામાં રંગોળી સર્જન કરવા જશે. જ્યાં તેઅો પાણીમાં અયોધ્યા મંદિરની રંગોળી, ભગવાન શ્રીરામની મેજિક રંગોળી, પાણીની ઉપર રંગોળી સહિતની રંગોળીનું સર્જન કરશે. સાથે જ ખ્યાતનામ ચિત્રકાર વલ્લભભાઇ પરમારનું પણ અયોધ્યા ખાતે સન્માન થશે. અા ઉપરાંત તેઅો કલા મહોત્સવમાં વિવિધ રંગોળીઅો પણ બનાવશે. કલા મહાકુંભમાં સાહિત્ય, નૃત્ય, સંગીત, ડ્રાફ્ટ, ચિત્રકામ, રંગોળી વગેરે ક્ષેત્રે દેશમાં શ્રેષ્ઠ પ્રદાન હોય તેવી વ્યક્તિઅોનું સન્માન પણ કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.