ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્રારા આયોજીત ૧૧૧ સર્વજ્ઞાતીય સમુહ લગ્નોત્સવની તૈયારી પૂર જોશમાં
ધંધુકા ખાતે યોજાવનારા ૧૧૧ દિકરી ઓના સમુહ લગ્નોત્સવની તૈયારી પૂર જોશમાં
સર્વજ્ઞાતીય સમુહ લગ્ન તેમજ તુલસી વિવાહ મહોત્સવન ઉજવાશે.
આસ્થા ફાઉન્ડેશન સંચાલીત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્રારા આયોજીત સર્વજ્ઞાતીય સમુહ લગ્નોત્સવ અને તુલસી વિવાહ મહોત્સવનુ આયોજન કરવમાં આવ્યુ છે જેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે આ બે દિવસીય મહોત્સવ ધંધુકા બગોદરા હાઈવે હિંદવા હોટેલની બાજુમાં યોજાશે જેમા તા.૫/૧૧/૨૨ શનિવારના રોજ સાંજે ૭ : ૦૦ વાગ્યે તુલસી વિવાહ મહોત્સવ ઉજવાશે તેમજ તા.૬/૧૧/૨૨ ના રોજ ૧૧૧ દિકરીઓના સમુહ લગ્નોત્સવ ધુમધામથી ઉજવાશે આ સમુહ લગ્નનુ ઉદઘાટન પ.પુ. શ્રી જનકસિંહ સાહેબ અમરધામ છલાળા ના હસ્તે થશે તેમજ આ મહોત્સવમાં પ.પુ. આઈમાં પાણીધા, પ.પુ.રૂપલાઆઈ માં રામપરા, અને પ.પુ.આઈમાં દક્ષાબા મોગલધામ તરઘરા ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા પાડનાર ૧૧૧ નવદંપતીઓને આર્શીવાદ આપશે.
આ માંગલીક પ્રસંગોમાં તા.૫/૧૧/૨૨ ને શનીવાર શ્રી તુલસી વિવાહ સાંજે ૫ : ૦૦ કલાકે પ.પુ. મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી પતિતપાવનદાસજી મહારાજ શ્રી ઠાકોરજીની ભવ્ય જાન શ્રી મોટા રામજી મંદીર નાગનેશ ધામથી લઈને ને પધારશે ૧૦૦૮ સૌભાગ્યવતી બહેનો દ્વારા તુલી પરણાવશે શ્રી તુલસી માંનુ મામેરૂ શ્રી જનકસિંહ સાહેબ અમરધામ છલાળા થી લઈને બપોરે ૩:૩૦ કલાકે પધારશે તેમજ તા.૬/૧૧/૨૨ ના રોજ સનાતન હિન્દુ ધર્મના ચાર વેદ યર્જુવેદ, સામવેદ, અર્થવવેદ, ઋગવેદનું પુજન, નવદુર્ગા સ્વરૂપ ૯ કુંવારી કન્યાનું પુજન, ભારતીય ધર્મ સંસ્કૃતીના રક્ષક પુજ્ય સંતોનુ પુજન, ભારત માતાના રક્ષણ માટે શહિદી વહોરનાર શહિદના પરિવારનુ પુજન, શ્રી ચારણદેવ આદરણીય શ્રી રાજભા ગઢવી રાષ્ટ્રવાદી લોક સાહીત્યકારનું પુજન, સનાતન હિન્દુ ધર્મના ૩૩ કોટી દેવી દેવતાઓનો વાસ છે તેવા વંદનીય ગૌ માતાનુ પ્રત્યક્ષ પુજન, અખંડ ભારતના નિર્માણ માટે સૌ પ્રથમ પોતાનુ રાજ્ય ભારતમાતા કાજે અર્પણ કરનાર રાજવી પરિવારના નેક નામદાર યુવરાજ શ્રી જયવિરરાજસિંહજી ગોહિલનુ પુજન વગેરે કાર્યક્રમોનુ આયોજન થશે. આ મહોત્સવમાં કિમ્સ હોસ્પિટલ બોપલના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે આ સમુહ લગ્નમહોત્સવની તૈયારીમાં યુવાનો અને વડીલો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.