લેટરલ એન્ટ્રી સામે આટલો બધો ઓહાપો કેમ? UPSC યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પણ ગોઠવણ ? કહીયાગરા કર્મચારી ઓને નિમણૂક થી લઈ એક્સસ્ટેશન સગાવાદ ની સિસ્ટમ કહો કે સમર્થક કર્તા ઓ રાજા ને ગમે તે જ રાણી હોય ને ? - At This Time

લેટરલ એન્ટ્રી સામે આટલો બધો ઓહાપો કેમ? UPSC યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પણ ગોઠવણ ? કહીયાગરા કર્મચારી ઓને નિમણૂક થી લઈ એક્સસ્ટેશન સગાવાદ ની સિસ્ટમ કહો કે સમર્થક કર્તા ઓ રાજા ને ગમે તે જ રાણી હોય ને ?


દેશ માં ઘણા સમય થી ગોઠવણ પૂર્વક નોકરી ઓ આઉટસોર્સ કોન્ટ્રક પ્રથા થી ચલાવાય રહી છે તેમાંય વિપક્ષ નો લેટરલ એન્ટ્રી સામે ઓહાપો કેમ છે ? UPSC યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેટરલ એન્ટ્રી થી ૪૫ સિનિયર પોસ્ટ ભરતી ઓન લાઇન આમંત્રણમ ? લેટરલ એન્ટ્રી એટલે સરકાર હેઠળ કાર્યરત ન હોય તેવી વ્યક્તિને કારોબારીમાં સીધી નિમણૂક આપવાની કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવા ની જરૂર નહિ મિડ-લેવલ અને વરિષ્ઠ પદ પર નિમવાની પ્રથા લેટરલ એન્ટ્રન્ટ્સની નિમણૂક ૩ વર્ષ લઈ પાંચ વર્ષ સરકાર કોન્ટ્રાક્ટ લંબાવી શકાય છે
ઉદેશ ઉજ્જવળ હોય કે દૂષિત પણ ચોક્કસ ક્ષેત્રના નિષ્ણાતને અને શાસનને સુધારવા આ જાદુઈ પ્રથા ચલાવાય રહી વર્ષ ૨૦૧૮ થી લેટરલ રિક્રૂટમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ હોવાથી વિવિધ મંત્રાલયો વિભાગોમાં આ રીતે કુલ ૬૩ લોકોની નિમણૂક કરવામાં આવી છે.ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં આમાંથી ૫૭ લેટરલ એન્ટ્રન્ટ્સ હાલમાં કેન્દ્ર સરકારમાં ઉચ્ચ પદ ધરાવે છે ભરતી માં કોઈ પ્રક્રિયા કે અનામતની જોગવાઈ નહીં હોવાથી વિરોધી રાજકીય પક્ષો દ્વારા આવી ભરતીની જાહેરાતો ખૂબ ખુલ્લી ને વિરોધ કરાય રહ્યો છે સત્તાધિશ સરકારના સહયોગી પક્ષો તરફથી કોઈ સમર્થન મળ્યું નહોતું આ વિરોધના પગલે કેન્દ્ર સરકારે UPSC દ્વારા સેન્ટ્રલ લેવલે વરિષ્ઠ બ્યૂરોક્રેટિક પદ ઉપર લેટરલ ભરતી કરવાના નિર્ણયને પાછો ખેંચવાનો આદેશ આપ્યો હતો લેટરલ એન્ટ્રીની જરૂરિયાત અને લાભ વધુ પ્રતિભાશાળી લોકો મળવા ઊંચા લેવલે સક્ષમ વહીવટકર્તા ઓની જરૂર પડે છે લેટરલ એન્ટ્રી આવા લોકો માટેના વિકલ્પોને વધારી દે છે તેથી ગોઠવણ પૂર્વક સગા સંબધી ઓનો સમાવેશ પણ કરી શકાય છે
નીતિ નિર્માણ માં નવી પ્રતિભાઓનું યોગદાન વિશિષ્ટ કૌશલ્યો અને જે-તે ક્ષેત્રમાં આવડત અને કુશળતા ધરાવતા લોકો માટે નીતિ ઘડવાની પ્રક્રિયા વધુ જટિલ બની ગઈ હોવાથી તેમાં ઘણાં મદદરૂપ થઈ શકે છે જેવા કે કુશળ અર્થ શાસ્ત્રી નાણાં નિયમન ક્ષેત્રે નિપુણ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, એમ.એસ. સ્વામીનાથન, અર્થશાસ્ત્રી પ્રધાન મંત્રી નાં સલાહકાર મોન્ટેકસિંહ આહુવાલિયા.સરકારમાં પ્રતિભાશાળી લોકોનો પ્રવેશ અને તેમને જાળવી રાખવા છઠ્ઠા સેન્ટ્રલ પે કમિશનના રિપોર્ટ મુજબ, જેના માટે ઓપન માર્કેટમાં ઊંચી માંગ હોય અને પ્રીમિયમ ગણાતી હોય તેવી નોકરીઓ માટે લેટરલ એન્ટ્રી સરકાર માં પ્રતિભા શાળી લોકો અને તેમને જાળવી રાખવાની ખાત્રી. શ્રમશક્તિની હાલ દેશમાં ૧.૫૦૦ IAS અધિકારીઓદ્ધ ઘટ છે દેશમાં મંજર કરવામાં આવેલી ૬૭૮૯ ની સંખ્યાની સામે ૫૩૧૭ IAS અધિકારીઓ જ સેવા આપી રહ્યા છે.બસ્વાન કમિટી (વર્ષ ૨૦૧૬) સિવિલ સર્વિસિઝની પરીક્ષામાં પેટર્નની સમીક્ષા કરવા અને સુધારાઓ સૂચવવા માટે ભારત સરકાર દ્વારા આ સમિતિની રચના કરવામાં આવી હતી અધિકારીઓને ઘટને જોતાં આ સમિતિએ તેના રિપોર્ટમાં લેટરલ એન્ટીને સમર્થન પૂરું પાડયું હતું. કાર્યક્ષમતા નીતિ આયોગ મુજબ લેટરલ એન્ટ્રીઝ IAS અધિકારીઓને તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢીને બ્યૂરોક્રસીમાં કારકિર્દી ઘડવા માટે પ્રતિસ્પર્ધાને વધારી શકે છે.સારી કામગીરી ભાવના શાસન પ્રણાલીમાં કરકસર કાર્યક્ષમતા અને અસરકારકતાનાં મૂલ્યો લાવીને સરકારી ક્ષેત્રમાં કામ કરવાના માહોલને બદલવામાં મદદરૂપ થઈ શકે છે.દાત ભૂતકાળમાં વર્લ્ડ બેન્ક અને અન્ય ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી ઘણાં ખાનગી લોકો પણ સરકાર સાથે જોડાઇ છે મોન્ટેકસિંહ આહલુવાલિયા શંકર આચાર્ય અને અરવિંદ વીરમણિ વિજય કેલકર જેવા એ સરકારને ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડી છે લેટરલ એન્ટ્રી સાથે જોડાયેલી ચિંતાજનક બાબતો પણ છે નીતિ વિરોધ વર્તન ટૂંકો કાર્યકાળ કેન્દ્ર સરકારે સંયુક્ત સચિવો માટે ૩ વર્ષના કાર્યકાળ નિર્ધારિત કર્યો જે કોઈ નવી આવનારી વ્યક્તિ માટે શાસનની જટિલ પ્રણાલીઓની સાથે સંપૂર્ણપણે અનુકૂલન સાધના અને અર્થ પૂર્ણ યોગદાન આપવા માટે પૂરતો નથી સહકારનો અભાવ હાલમાં કાર્યરત અધિકારી ઓ બહારથી આવનારા લોકોની સાથે કામ કરવાનો વિરોધ કરી શકે છે જેના કારણે બંને વચ્ચે ઘર્ષણ થઈ શકે છે મનોબળ તૂટવું લેટરલ એન્ટ્રી સિવિલ સર્વન્ટ્સમાં કારકિર્દીને આગળ વધારવામાં અનિશ્ચિતતાઓ લાવી શકે છે તેનાથી તેમની કાર્યક્ષમતા ઘટી શકે છે.કુશળતા મેળવવા માટે તકનો અભાવ હાલમાં કાર્યરત અધિકારીઓને ટ્રાન્સફર્સની વર્તમાન સિસ્ટમ જે-તે બાબતમાં અનુભવ પ્રાપ્ત કરવામાં અવરોધ પેદા કરે તેમને જો યોગ્ય મોકો આપવા આવે તો તેઓ ખાનગી ક્ષેત્રની કુશળતાનું અનુકરણ કરી શકે છે અનામત સરકાર કરાર આધારિત નિમણૂકો માં કોઈ અનામત અપાતી નહીં હોવાથી તે અનામતની નીતિ નો ભંગ કરી શકે છે પારદર્શકતા પસંદગીની પ્રક્રિયામાં રાજકીય હસ્તક્ષેપ થઈ શકે છે અને તે સગાવાદ (નેપોટિઝમ)ને પ્રોત્સાહન આપી શકે છે અને સિસ્ટમને બગાડી શકે છે.હિત સંઘર્ષ લેટરલ એન્ટ્રન્ટન્ટ્સ વ્યાપક જાહેર હિતને હાંસિયામાં ઘકેલી તેમના પોતાના ઉદ્યોગોને લગતાં હિતોને જ પ્રોત્સાહન આપી શકે છે. જમીની સ્તરે કામ કરવાના અનુભવનો અભાવ લેટરલ એન્ટ્રન્ટ્સને જે-તે ક્ષેત્રનું જ્ઞાન તો હોઈ શકે છે પરંતુ તેમને ફીલ્ડ માં કામ કરવાનો અનુભવ હોતો નથી.જવાબદારી અને ઉત્તરદાયિત્ત્વ ખાનગી લોકો દ્વારા તેમના સેવાકાળ દરમિયાન ખાસ કરીને ૩ થી ૫ વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં લેવામાં આવેલા નિર્ણયોની જવાબદારી અને ઉત્તરદાયિત્ત્વની ખાત્રી કરવાનું મુશ્કેલ બની જાય છે.ખાનગી થી જાહેર ક્ષેત્રમાં મૂળભૂત પરિવર્તન ખાનગી ક્ષેત્રનો અભિગમ નફા લક્ષી હોય છે જ્યારે બીજી તરફ સરકારનો અભિગમ જાહેર સેવાનો હોય છે ખાનગી ક્ષેત્રની વ્યક્તિ આટલા ટૂંકા સમયગાળામાં પોતાના અભિગમમાં આટલું મોટું પરિવર્તન લાવી શકતી નથી.ઓછો અવકાશ ટોચના સ્તરે નીતિ ઘડનારા જ લેટરલ એન્ટ્રી ફીલ્ડ-લેવલના અમલીકરણ પર ખૂબ ઓછો પ્રભાવ પાડી શકે છે, કારણ કે, કેન્દ્ર સરકારથી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ગામ સુધી ચેઇન ઓફ કમાન્ડની ઘણી બધી કડીઓ રહેલી હોય છે.ગુપ્ત માહિતી સાર્વજનિક થઈ જવી સરકારી ક્ષેત્રમાં ખાનગી લોકોની નિમણૂક કરવાથી રહસ્યો ગુપ્ત માહિતીઓ ખાનગી ક્ષેત્ર સમક્ષ ઉજાગર થઈ જવાની ભીતિ રહે છે ઓફિશયલી સિક્રેટ એક્ટ થી વિપરીત છે આમાં તો ઇમાનદાર અને રાજકીય નિષ્પક્ષતા ધરાવતી વ્યક્તિ જ સરકારી સેવામાં પ્રવેશે તેની ખાતરી કરવા લેટરલ એન્ટ્રી માટે પારદર્શકતાની સાથે મુક્ત સ્પર્ધા યોજાવી જોઈએ ને ? તેના બદલે જેમ પાર્ટી એ હજારો કરોડ ના ઇલેકટોરલ બોન્ડ થી પગાર દાર પ્રચારકો ની ફોજ ઉભી કરી તેમ સરકારી ક્ષેત્રે પણ લેટરલ એન્ટ્રી થી કહીયાગરા અધિકારી ઓની નિમણુક થવી જોઈ એ ને ?
ખાનગી ક્ષેત્રમાંથી મુલકી સેવામાં પ્રવેશનારા લોકો સરકારમાં કામ કરવાની જટિલ પ્રક્રિયાઓને સમજી શકે તે માટે તેમને સ્પીપા જેવી સંસ્થાનો ની સઘન તાલીમ આપવી જોઈએ અમલદારશાહીમાં અમલદારોની સ્વાયત્તતા તેમના અસરકારક કાર્ય માટે આવશ્યક હોય છે અમલદારોની પ્રવેશ પરીક્ષા દ્વારા નિમણુંક પ્રક્રિયા એ એક પ્રકારની મેરિટ આધારિત પદ્ધતિ છે રાજકીય ફિલોસોફર માઇકલ સેન્ડેલ તેમના પુસ્તક "Merit" માં મેરિટ આધારિત પદ્ધતિ પર ભાર આપે છે. જેમાં તેઓ નિમણુંકમાં સામાજિક સમન્વય અને કુષળતાના સમન્વય પર ભાર મૂકે છે ભારતીય અમલદારશાહીમાં લેટરલ એન્ટ્રીના મહત્ત્વની વિવેચનાત્મક રીતે તપાસ કરવી જોઈએ મિશન ગુણોત્સવ સ્થળ સમય સંજોગ પ્રમાણે કરતા રહેવું જોઈ એ લેટ રલ એન્ટ્રી માં સગાવાદ હશે કે નહીં ? ગુજરાત માંથી મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે ઘણા કહીયાગરા અધિકારી ઓને ગુજરાત થી લઈ જવા માં આવ્યા હતા તત્કાલીન ગોધરા કલેકટર પછી થી આરોગ્ય સચિવ બનનાર જ્યંતી રવિ સહિત આવા તો અનેક નામો છે સમર્થન કરો તો મહેલ માં નહિતર જેલ માં જેવી પદ્ધતિ નો વિપક્ષ ભલે વિરોધ કરે પણ રાજા ને ગમે તે જ રાણી હોય

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.