રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ માટે વર્કશોપ યોજાયો. - At This Time

રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ માટે વર્કશોપ યોજાયો.


રાજકોટ શહેર તા.૨૪/૭/૨૦૨૪ ના રોજ “નિર્મળ ગુજરાત ૨.૦” તથા અગામી સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ONE-DAY ORIENTATION TRAINING PROGRAMME FOR RAJKOT MUNICIPAL CORPORATION “SWACHHATA KNOWLEDGE PARTNER (SKP) FOR SWACHH BHARAT MISSION-URBAN, GUJARAT AND NIRMAL GUJARAT 2.0” કેપેસિટી બિલ્ડીંગ વર્કશોપનું તા.૨૩/૭/૨૦૨૪ના રોજ પુ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ (કોન્ફરન્સ હોલ) રૈયા રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે. ઉપરોક્ત વર્કશોપમાં અર્બન મેનેજમેન્ટ સેન્ટરના ટીમ લીડર વિનય પટેલ, રુજુલ જોષી, અર્બન મેનેજમેન્ટ સેન્ટર તથા સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશન CEPT યુનિવર્સીટીના જય શાહ અને વિરલ દ્વારા સ્વચ્છ ભારત મિશન ૨.૦ તથા નિર્મળ ગુજરાત ૨.૦ અન્વયે પ્રોગ્રામની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. ઉપરોક્ત કાર્યક્રમ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, સેનિટેશન ચેરમેન નિલેશ જલુ, સહાયક કમિશનર ભરત કાથરોટીયા, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના નાયબ પર્યાવરણ ઇજનેર, મદદનીશ પર્યાવરણ ઇજનેર, સેનિટેશન ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર, મુકાદમ તથા ડ્રેનેજ વિભાગના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર, WOW-CELL ના તમામ સ્ટાફ, વોર્ડ એન્જીનીયર, મેનેજર પ્રોજેક્ટ શાખા, મેનેજર ચુંટણી શાખા, ડાયરેકટર (પાર્ક એન્ડ ગાર્ડન) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.