શ્રીદિગમ્બર જૈન ધમઁ ના શ્રી દશલક્ષણ પવાઁધીરાજ પર્યુષણ પવઁ બોટાદ માં ધમઁ આરાધના થી ઉજવાય છે..* - At This Time

શ્રીદિગમ્બર જૈન ધમઁ ના શ્રી દશલક્ષણ પવાઁધીરાજ પર્યુષણ પવઁ બોટાદ માં ધમઁ આરાધના થી ઉજવાય છે..*


*શ્રીદિગમ્બર જૈન ધમઁ ના શ્રી દશલક્ષણ પવાઁધીરાજ પર્યુષણ પવઁ બોટાદ માં ધમઁ આરાધના થી ઉજવાય છે..*

પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી પ્રેરીત શ્રીદિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર- બોટાદ મધ્યે શ્રીદશલક્ષણ પવાઁધીરાજ પર્યુષણ મહાપર્વ નો આજ ભાદરવા સુદ-ચોથ બુધવાર તા:-31-8-2022 થી પ્રારંભ થયો છે અને ભાદરવા સુદ-ચૌદશ ના રોજ અનંત ચતુઁદશીઁ શુક્રવાર ના રોજ સંવત્સરી નો દિવસ મનાવવામાં આવશે. શ્રીદિગમ્બર જૈન આમાન્યા માં પયુઁષણ પવઁ દસ દિવસ ના હોય છે ભરતશ્રેત્ર મહાસમથઁ કુંદકુંદ આચાર્ય દેવ ની પંરમપરા થી ઉત્તમ ક્ષમા,ઉત્તમ માદઁવ, ઉત્તમ આજઁવ, ઉત્તમ સત્ય, ઉત્તમ શૌચ, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન, ઉત્તમ બ્રહ્મચર્ય એમ કુલ દસ ધમઁ મુનીરાજ ને નિયમ થી પાળવા ના હોય છે, અને શ્રાવક ભક્તો પયુઁષણ ના દસ દિવસ આ દસ ધમઁ પાળવા ની ઉત્કૃષ્ઠ ભાવના ભાવે છે સાથે વ્રત- તપ- ત્યાગ વિશેષ પ્રકારે કરતાં હોય છે, અને આખા વર્ષ દરમ્યાન જાણતા અજાણતા કરેલા દોષોનું પ્રાયઁશ્ર્ચિત કરવા માટે પ્રતિક્રમણ કરવામાં આવેછે, દશલક્ષણ ધર્મ નુ મંડળ વિધાન ની ભવ્ય રચના કરવામાં આવી છે અને તેની અષ્ટ દ્રવ્યો થી પુજા કરવામાં છે. સવારે જિનેન્દ્ર અભીષેક તથા પૂજય ગુરુદેવશ્રી નું ભવતાપ નાશક અમૃત વાણી સમાન દિવ્ય દેશના સમાન CD પ્રવચન બે-વાર મુકવામાં આવેછે. અને સાંજે જિનેન્દ્ર ભકિત તથા આરતી તથા પ્રભાવના નો ક્રાયઁક્મ રહેછે સહુ ભક્તો ઉત્સાહ થી લાભ લે છે આનંદે ધમઁ આરાધના કરી રહ્યા છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.