આજે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે જન ઔષધી દિવસ ઉજવાવા માં - At This Time

આજે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે જન ઔષધી દિવસ ઉજવાવા માં


આજે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે જન ઔષધી દિવસ ઉજવાશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં જન ઔષધી દિવસ ઉજવાશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આજે તા. 7 માર્ચ 2023 ના મંગળવારના રોજ સવારે 10:00 કલાકે મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, હિંમતનગર ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલા, ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ખેડબ્રહ્મા ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષાર ચૌધરી તેમજ ચેરમેન આરોગ્ય સમિતિ સાબરકાંઠા જિલ્લા પંચાયત શ્રી શંકરભાઈ બેગડીયા ઉપસ્થિત રહેશે.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.