સુરત ગ્રીનપાર્ક ગ્રુપ દ્વારા ગંગા સ્વરૂપા બહેનો ને રાશન કીટ વિતરણ
સુરત ગ્રીનપાર્ક ગ્રુપ દ્વારા ગંગા સ્વરૂપા બહેનો ને રાશન કીટ વિતરણ
સુરત ગ્રીનપાર્ક વિઘવા સહાય ગુપ દ્વારા ૧૦૦ જેટલા સભ્યો ના સહયોગ થી જરુયાત મંદ ગંગા સ્વરુપ બહેનો ને અનાજ કીટ વીતરણ કરાયેલ આ પવૃતી છેલ્લા ૮ વર્ષ થી ૫૫૦ ગંગાસ્વરુપ બહેનો ને અત્યાર સુઘી અનાજ કીટ વીતરણ ગ્રીન પાર્ક વિઘવા સહાય ગુપ દ્વારા એક કીટ ૪૦૦૦ રુપીયા નુ ટોટલ ગણીએ તો ૨૨ લાખ રુપીયા નુ ટીપે ટીપે સરોવર ભરાય તે યુક્તિ એ મિત્રોએ એકઠા કરી ને આ માનવતા નુ કાર્ય સતત કરવા સંકલ્પી બન્યા તેમજ ગંગા સ્વરુપા બહેનો ને સ્વાવલંબી બનવા માટે સેમિનાર ના આયોજન અને સરકારી યોજના ની માહીતી આપવા મા આવે છે. ગંગા સ્વરુપ બહેનો ના બાળકો ને અભ્યાસ માં સહાય કરાય છે. ગંગા સ્વરુપ બહેનો ના દીકરા દીકરી ને નોકરી કે ધંધા માં ઉપયોગી થય પરીવાર ને સક્ષમ બનાવવા મા મહદ અંશે સહાય કરાય છે.ખાસ તો આ ગુપ ની ખાસિયત દર વર્ષે એક વ્યકતી ૧૨૦૦ રુપીયા આ ગુપ મા સહયોગ આપે છે. તેમજ સ્વેચ્છાએ લોકો પોતાના કે તેમના બાળકો ના જન્મ દિવસ નીમીતે, મેરેજ એનીવસરી પર કે સુખદુઃખ પ્રસંગ નીમીતે યોગદાન આપે છે.આ ગંગા સ્વરુપ બહેનો મા પણ ગુપ પત્યે ભાવ એ છે કે તેઓ સામે ચાલી ને ઘણા બહેનો હવે અમારે સહાય ની જરુર નથી.જણાવે કે હવે અમારા પરીવાર આવક થાય છે છોકરા ઓ કામ - ધંધો - નોકરી કરી ને અમે ગુજરાન ચલાવી એ છીએ.હવે બીજા જરુરીયાત મંદ ગંગા સ્વરુપ બહેનો ને તમે સહાય કરો. આ ગુપ મા સભ્યો જરિરીયાત મંદ બહેનો ના ઘરે ઘરે જય ને પહેલા ચકાસણી કરી છે. ખુબજ જરુરીયાંત મંદ જણાય સમાજ મા પોતે માંગી નથી શકતા તેવા બહેનો ને ખાસ કીટ વીતરણ કરાય છે.આ ગુપ નુ સંચાલન જયસુખભાઈ ડભોયા દામનગર સુરેશભાઈ કાનાણી ખડકાળા જયેશભાઈ દેસાઈ ચાંડ કેરીયા અને દીપકભાઈ માંગુકીયા ભીગરાડ જગદીશભાઈ જોગાણી વીરપુર દેવરાજભાઈ બલર શોભાના તેમજ યુવા સંકલન મા ગોપાલભાઈ કાનાણી ખડકાળા હીરેનભાઈ માંગુકીયા ભીંગરાડ ભરતભાઇ કોલડીયા જાજરીયા મનસુખભાઈ મેસીયા નવાગામ જાબુડા અનીલભાઈ મોવલીયા ગળથ સુમનભાઈ ગઢીયા વાઘણીયા આ ગ્રુપમાં દિનેશભાઈ જોગાણી વિરપુર પ્રમુખ ચક્ષુ બેંક. & બ્લડ બેન્ક,સક્ષમ ઉપાઘ્યક્ષ, ડો પ્રફુલ્લભાઈ વી શિરોયા જેવા મિત્રો પણ આ ગ્રુપમાં જોડાયેલા છે. આ ગુપ મા તમામ સભ્યો સૌરાષ્ટ ના અલગ અલગ જીલ્લા ના ગામો માથી સુરત ને કર્મ ભુમી બનાવી છે. સૌ થી પ્રથમ સૌરાષ્ટ ના ગંગા સ્વરુપ બહેનો ને ધ્યાન માં લેવાય છે.તેઓ માનવતા વાદી કાર્ય મા સદાય અગ્રેસર રહી રક્ત દાન શીબીરો નેત્રદાન,દેહદાન,અંગદાન દીંવ્યાગ સેવા ના કાર્ય રાષ્ટીય તહેવારો ની ઉજવણી કરે છે.બીજી સેવા ભાવી સંસ્થા ઓ સાથે ખડેપગે રહી આ ગુપ સેવાના, માનવતા કાર્ય કરી જન સેવા એજ પ્રભુ સેવા ના સુત્ર ને સાર્થક કરી રહી છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.