રતનપર શિવધારા સોસાયટીમાં વરસાદી પાણી ભરાવા મામલે પાલિકા કચેરીએ રજૂઆત કરાઈ. - At This Time

રતનપર શિવધારા સોસાયટીમાં વરસાદી પાણી ભરાવા મામલે પાલિકા કચેરીએ રજૂઆત કરાઈ.


તા.18/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર સામાન્ય બે ઇંચ જેટલો વરસાદ થયો હતો અને આ વરસાદે પાલિકા તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી છે હાલમાં રતનપર વિસ્તારમાં શિવધારા અને દેવ ટાઉનશીપમાં અંદાજે 400થી વધુ મકાનોમાં 1500થી વધુ લોકો વસવાટ કરે છે ત્યારે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા લોકો કામ ધંધે પણ જઇ શકતા નથી ત્યારે સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલી શિવધારા ટાઉનશીપમાં સામાન્ય વરસાદમાં જ સોસાયટીનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઇ જતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના વોર્ડ નં.9માં રતનપર બાયપાસ રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં સીઝનના પ્રથમ વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા દોઢ ઈંચ વરસાદ બાદ વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યાં છે સુરેન્દ્રનગરમાં પડેલા સીઝનના પ્રથમ વરસાદ બાદ સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 9 માં રતનપર બાયપાસ રોડ પર માળોદ ચોકડી પાસે આવેલી દેવ રેસીડેન્સી, શિવધારા રેસીડેન્સી સહિત આસપાસના વિસ્તારો ઢીચણ સમા પાણી ભરાઈ ગયા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં 400થી વધુ પરિવારો વસવાટ કરે છે સ્થાનિકો નિયમીત વેરો ભરતા હોવા છતાં પાલિકા દ્વારા વિસ્તારમાં પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી ચોમાસામાં પ્રથમ વરસાદથી જ વરસાદી પાણીનો નિકાલ ન થતા દરવર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા પાણી ભરાયેલા રહેતા હોવાથી વિસ્તારમાં શાકભાજી કે છુટક ધંધો કરતા લારીધારકો આવી ના શકતા હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડે છે તેમજ મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓને શાળાએ જવામાં તેમજ ધંધાર્થીઓ, નોકરિયાતોને કાર્યસ્થળે જવામાં મુશ્કેલી વેઠવી પડે છે એમ્બ્યુલન્સ પણ આવી શકતી ના હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે આ અંગે પાલિકામાં અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતો હોવાનો રોષ ઠાલવ્યો હતો તંત્ર દ્વારા સમસ્યાઓનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરવાની ચિમકી ઉચ્ચારી છે આ અંગે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ જીગ્નાબેન પંડ્યાએ જણાવ્યું કે, ચોમાસામા વરસાદી પાણીના ભરવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને દરેક વિસ્તારમા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી છે. છતાં કોઈ વિસ્તારમા વધારે સમસ્યા હશે તો એનું પણ તાકીદે નિવારણ લાવી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.