ધંધુકામાં બેન્ક ઓફ ઈન્ડિયાના મેનેજરે એજેંટ સાથે મળી ફરિયાદી પાસેથી રૂપિયા 1.10 લાખની છેતરપિંડી કર્યાના આક્ષેપ. - At This Time

ધંધુકામાં બેન્ક ઓફ ઈન્ડિયાના મેનેજરે એજેંટ સાથે મળી ફરિયાદી પાસેથી રૂપિયા 1.10 લાખની છેતરપિંડી કર્યાના આક્ષેપ.


ધંધુકામાં બેન્ક ઓફ ઈન્ડિયાના મેનેજરે એજેંટ સાથે મળી ફરિયાદી પાસેથી રૂપિયા 1.10 લાખની છેતરપિંડી કર્યાના આક્ષેપ.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ બઁક ઓફ ઈન્ડિયામાં અરજદાર ચાવડા મહેશભાઇ હિમતભાઈ રહે વાસણા ગામ વાસણા તા ધંધુકા દ્વારા બે વર્ષ પહેલા મુદ્રા લોન માટે અરજી કરેલ હતી જેમાં તે સમયે બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કના મેનેજર પ્રદીપભાઈ તથા એજેંટ નવલભાઈ ગાંગડીયા મળયા હતાને લોનની માહિતી આપી લોન આપવાની ખાતરી કરી હતી. તે પછી તમામ કાગળો આપવામાં આવ્યા હતા ત્યાર બાદ નવલભાઈ દ્વારા મહેશભાઇને કહેવામાં આવ્યું હતું કે આપની રૂપિયા 5 લાખની લોન પાસ થઇ છે ને તે રકમ તેમને તેમની દુકાને આપવા આવ્યા હતા ને મહેશભાઇને રૂપિયા 4,30,000 આપવામાં આવ્યા હતા અને બાકીના રૂપિયા 70,000 છ મહિના સુધીમાં જમા થઈ જશે તેવું કહેવામા આવ્યું હતું પરન્તુ લોનના બે વર્ષ થયા હજી સુધી 70,000 ખાતામાં મળ્યા નથી. અરજદાર પાસે હાલમાં પૈસાની સગવડતા હોય તેઓને આ તમામ લોનની રકમ ચૂકવવા માટે બેન્ક ઓફ ઈન્ડિયા ખાતે ગયા હતા જ્યાં મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપની લોન રકમ રૂપિયા 5,40,000 છે.બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક એજેંટને કોલ કરવામાં આવ્યા હતા,મેસેજ કરવામાં આવ્યા હતા પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી તેમજ હાલના ફરજ પરના મેનેજર આ બાબતે પૂછતાં તેમને પણ કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યુ હતું. આમ અરજદાર ચાવડા મહેશભાઇ હિમંતભાઈ દ્વારા બેન્ક ઓફ ઈન્ડિયા મેનેજર પ્રદીપભાઇ તથા એજંટ નવલભાઈ ગાંગડીયાએ રૂપિયા 1,10,000 વિશ્વાસમાં રાખી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.