વાવ થરાદ જિલ્લાને લઈ રોષ,ઓગડ-દિયોદર જિલ્લો જાહેર કરાવવા આવેદનપત્ર આપી રજુઆત,.
રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષ નિમિતે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય સરકારે ઓગડ જિલ્લા ને બદલે વાવ થરાદ ને વડું મથક અને જિલ્લો જાહેર કરતા દિયોદરમાં ઉર્ગે વિરોધ પ્રદર્શન કરી વહેપારીઓ એ વિરોધ નોંધાવ્યો હતો ૨ જાન્યુઆરી ના રોજ દિયોદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ના લોકો અને વહેપારીઓ એ પોતાના ધંધા રોજગાર બંધ રાખી દેખાવ કર્યો હતો જેમાં ભવ્ય રેલી યોજી રાજ્ય સરકાર જિલ્લા નો નિર્ણય પાછો ખેંચે તેવી માંગ ને લઈ પ્રાંત કચેરી ના પ્રાગણ માં વેપારીઓ એકઠા થઇ દિયોદર ને થરાદમાં સમાવેશ ના કરવા તેમજ ઓગડ જિલ્લા ની માંગ ને લઈ આવેદન પત્ર પાઠવ્યું હતું દિયોદર ને રાજ્ય સરકારે ઓગડ જિલ્લો જાહેર ના કરતા વર્ષો ની માંગણી ના સંતોષતા ભાજપ અને કોંગ્રેસ પક્ષ તેમજ સ્થાનિક લોકોએ પોતાના જિલ્લા ના હક્ક માટે એક મંચ પર આવી રાજ્ય સરકાર પોતાનો નિર્ણય પરત ના ખેંચે તો આગામી સમય આંદોલન ની પણ ચીમકી આપી હતી
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા દિયોદરના વહેપારીઓ તેમજ ભાજપ ના આગેવાનો સાથે રેલીમાં જોડાયા હતા અને મીડિયા સાથે વાત ચીત કરતા જણાવેલ ગઈ કાલે થરાદ જિલ્લો બનાવવાની વાત થઈ ત્યારે દિયોદર,અને ધાનેરા તેમજ કાંકરેજ વિસ્તાર હોય ત્યાં લોકો ની નારાજગી ઊભી થઈ છે અને આમાં અમે કોઈ પક્ષા પક્ષી પર રહી નહિ કોઈ રાજકારણ નથી કરવું મારે એટલું કહેવું છે કે જો ઓગડ જિલ્લો જાહેર થોત તો બધા રાજી થાવોત પરંતુ મને એમ લાગે છે કે જિલ્લામાં માત્ર એક બે આગેવાન ને મોટા કરવામાં જિલ્લા ને અન્યાય થયો છે એવું મારું માનવું છે
જો કે આ બાબતે વિરોધ પ્રદર્શન માં ભાજપ ના નેતાઓ પણ રસ્તા વચ્ચે ઉતર્યા હતા જ્યા સભા ને સંબોધન કરતા ભાજપ ના આગેવાન અને દિયોદર માર્કેટ યાર્ડ ના ચેરમેન ઈશ્વર તરકે જણાવેલ કે જિલ્લો જોઈતો હોય તો પંજામ ના ખેડૂતો ની જેમ લડવું પડશે હું હંમેશા દિયોદર ની જનતા સાથે રહીશ જિલ્લા ના હકક માટે લડવું પડે તો એક સાથે મળી લડીશું
બનાસકાંઠા જિલ્લા વિભાજન ને લઈ દિયોદરમાં ભારે આક્રોશ સાથે વહેપારીઓ એ ભારે રોષ વ્યક્ત કરી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી આંદોલન ની રણનીતિ તૈયાર કરવા ચીમકી આપી છે અને આગામી સમય દિયોદરમાં જિલ્લા ની માંગ ને લઈ એક બેઠક યોજાશે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.