લખતર બસસ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ સ્ટાફ લખતર પોલીસ સ્ટાફ દ્વારા સ્પેશ્યલ દ્રાઈવ અંતર્ગત વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ - At This Time

લખતર બસસ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ સ્ટાફ લખતર પોલીસ સ્ટાફ દ્વારા સ્પેશ્યલ દ્રાઈવ અંતર્ગત વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ


લખતર બસસ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ સ્ટાફ લખતર પોલીસ સ્ટાફ દ્વારા સ્પેશ્યલ દ્રાઈવ અંતર્ગત વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાની સૂચના અને માર્ગદર્શન મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો.ગિરીશ પંડ્યા દ્વારા માર્ગદર્શન અને સુચના આપવામાં આવી છેકે સુરેન્દ્રનગર જિલ્લામાં એમવી એકટનો ભંગ કરતા વાહનો અંતર્ગત ચેકીંગ હાથ ધરી તેમની સામે કાર્યવાહી કરવી સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનો ઓવરલોડ મટેરિયલ ભરતા વાહનો માલવાહક વાહનમાં પેસેન્જર ભરી હેરાફેરી કરતા વાહનની તપાસ કરી આવા જુદાજુદા નિયમ ભંગ બદલ તેમને ઝડપી લઈ તેમની સામે એમ.વી એકટ અંતર્ગત કાર્યવાહી કરવી આથી સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.બી બગડા રામસિંગભાઈ સહિતના પોલીસ સ્ટાફ ટી.આર.બી સ્ટાફ લખતર પોલીસ સ્ટાફ પીસીઆર વાહન સાથે લખતર બસસ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું વાહન ચેકીંગ દરમ્યાન મીની પેસેન્જર વાહન રીક્ષા મોટરસાયકલ સહિતના વાહનોને ઝડપી લઈ ટ્રાફિક નિયમ ભંગ બદલ એમ.વી એકટ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ટ્રાફિક નિયમ ભંગ કરતા એમ.વી એકટ ભંગ કરતા વાહન ચાલકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.