પહેલી નજરનો પ્રેમ, 8 વર્ષ લોંગ ડિસ્ટેન્સ રિલેશનશિપ પછી લગ્ન:રાતે આવતા 50 વર્ષનું પ્લાનિંગ કર્યું...બીજા દિવસે શહીદ; પત્નીએ કહી કેપ્ટન સાથેની આંખો ભીની કરતી લવસ્ટોરી - At This Time

પહેલી નજરનો પ્રેમ, 8 વર્ષ લોંગ ડિસ્ટેન્સ રિલેશનશિપ પછી લગ્ન:રાતે આવતા 50 વર્ષનું પ્લાનિંગ કર્યું…બીજા દિવસે શહીદ; પત્નીએ કહી કેપ્ટન સાથેની આંખો ભીની કરતી લવસ્ટોરી


સિયાચિન ગ્લેશિયરમાં 19 જુલાઈ 2023ની સવારે ભારતીય સેનાના અનેક ટેન્ટમાં આગ લાગી ગઈ. દુર્ઘટનામાં રેજિમેન્ટલ મેડિકલ ઓફિસર દેવરિયા નિવાસી કેપ્ટન અંશુમન સિંહ શહીદ થઈ ગયા. અંશુમન સિંહના 5 મહિના પહેલાં જ 10 ફેબ્રુઆરીના રોજ લગ્ન થયા હતા. કેપ્ટન અંશુમન 15 દિવસ પહેલાં જ સિયાચિન માટે રવાના થયા હતા. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં કેપ્ટન અંશુમનને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. જે તેમની પત્ની સ્મૃતિ અને માતા મંજૂએ લીધો. સ્મૃતિએ કહ્યું- તે ખૂબ જ સક્ષમ હતા. તેઓ અવારનવાર કહેતા હતા કે, હું મારી છાતીમાં ગોળી ખાઈને મરવા ઇચ્છું છું. હું કોઈ સામાન્ય વ્યક્તિની જેમ મરવા ઇચ્છતો નથી, જેને કોઈ જાણી જ ના શકે. કેપ્ટન અંશુમન મૂળ યુપીના દેવરિયા જિલ્લાના બરડીહા દલપત ગામના રહેવાસી હતા. જ્યારે તેમની પત્ની પઠાણકોટની રહેવાસી છે. તે નોઇડામાં રહીને એક મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરે છે. સમારોહ પછી સ્મૃતિએ અંશુમન અને પોતાની લવ સ્ટોરી સંભળાવી. આગમાં ઘેરાઈને શહીદ થઈ ગયા હતા અંશુમન
સિયાચિન ગ્લેશિયરમાં 19 જુલાઇ 2023ના રોજ રાત્રે લગભગ 3.30 વાગ્યે ભારતીય સૈન્યના બારૂદ રાખેલા બંકરમાં આગ લાગી ગઇ હતી. જેના લીધે ઘણા ટેન્ટ પણ આગની ચપેટમાં આવી ગયા હતા અને આ દરમિયાન ભારતીય સૈનિકો આગમાં ઘેરાઇ ગયા હતા. તે સમયે ત્યાં કેપ્ટન અંશુમન પણ તૈનાત હતા. આવા કપરા સમયે તેમણે બહાદુરી બતાવી તેમના સાથીઓનો જીવ બચાવ્યો હતો. તે સમયે તેઓ આગથી ઘેરાયેલા બંકરમાં ઘૂસી ગયા હતા અને પોતાના ચાર સાથીઓને સુરક્ષીત બહાર કાઢી લાવ્યા હતા. પરંતુ પોતે ગંભીર રીતે દાઝ્યા હતા, આ દરમિયાન તમામ ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરી સારવાર માટે ચંડીગઢ લઇ જવામાં આવ્યા હતા જ્યાં કેપ્ટન અંશુમન સિંઘે સારવાર દરમિયાન વીરગતિ પ્રાપ્ત કરી હતી. AFMC ક્વોલિફાઈ કર્યું હતું
​​​​​​અભ્યાસ બાદ અંશુમનનું સિલેક્શન આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ પુણેમાં થયું. ત્યાંથી MBBS કર્યા બાદ કેપ્ટન અંશુમન સિંહ આર્મીના મેડિકલ કોર્પ્સમાં જોડાયા. પત્ની સ્મૃતિ વ્યવસાયે એન્જિનિયર છે અને તેના માતા-પિતા સ્કૂલ પ્રિન્સિપાલ છે. આગ્રા મિલિટરી હોસ્પિટલમાં ટ્રેનિંગ લીધા બાદ અંશુમનને ત્યાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. અંશુમનના પિતા રવિ પ્રતાપ સિંહ સેનામાં JCO હતા. કેપ્ટન અંશુમન સિંહની માતા મંજુ સિંહ સિવાય પરિવારમાં ભાઈ ઘનશ્યામ સિંહ અને બહેન તાન્યા સિંહ છે. બંને નોઈડામાં ડોક્ટર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.