લોકસભા ચૂંટણી રિઝલ્ટ માત્ર દિવ્ય ભાસ્કર એપ પર:કાઉન્ટિંગ સેન્ટરો પરથી તમામ સીટોની LIVE અપડેટ્સ, ઇન્ટરએક્ટિવ મેપ, બુલેટિન અને એનાલિસિસ
આખરે દેશના જ નહીં, વિશ્વભરના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી પહોંચ્યો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશની 2024ની લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂન, મંગળવારના રોજ જાહેર થવા જઇ રહ્યું છે. રોમાંચની પરાકાષ્ઠા જેવા આ હાઇપ્રોફાઇલ મુકાબલાની પળેપળની અપડેટ્સથી તમને માહિતગાર રાખવા માટે દિવ્ય ભાસ્કર એપ સજ્જ છે. દિવ્ય ભાસ્કર એપના બાહોશ પત્રકારો તમામ કાઉન્ટિંગ સેન્ટરો પર કાઉન્ટિંગ શરૂ થાય ત્યારથી ખડેપગે રહેશે અને ઝીણામાં ઝીણી તમામ અપડેટ્સ આપના સુધી લાઇવ પહોંચાડતા રહેશે. યાને કે ઇલેક્શન રિઝલ્ટ કાઉન્ટિંગ સેન્ટરથી સીધું જ તમારા મોબાઇલમાં જોવા મળશે. ગણાતા એકેએક મત અને તમારી વચ્ચે એક પણ સેકન્ડનો વિલંબ નહીં હોય. ઇલેક્શન રિઝલ્ટ્સને સરળતાથી સમજી શકાય તે માટે દિવ્ય ભાસ્કર એપ આપના માટે સીટ અને પક્ષ પ્રમાણેની લાઇવ ટેલી (Tally) તો રજૂ કરશે જ, સાથોસાથ ગુજરાતી ડિજિટલ મીડિયામાં સૌપ્રથમવાર ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિકલ મેપ પણ રજૂ કરશે. આપ તે મેપમાં કોઇપણ રાજ્ય, કોઇપણ શહેરની કોઇપણ લોકસભા સીટ સિલેક્ટ કરીને તેનું લાઇવ રિઝલ્ટ, કયા ઉમેદવાર આગળ કે પાછળ ચાલી રહ્યા અને અગાઉની ચૂંટણીમાં આ સીટ પર શું પરિણામ આવેલું, તે તમામ માહિતી મેળવી શકશો. આનાથી આ પરિણામને તમે રિયલ ટાઇમમાં એનેલાઇઝ પણ કરી શકશો. આ ઉપરાંત ગુજરાતની તમામ લોકસભા સીટો પર પણ અમારા રિપોર્ટરોની ફોજ ગ્રાઉન્ડ પરથી રસપ્રદ અપડેટ્સ આપશે. એટલું જ નહીં, દર બે કલાકે દિવ્ય ભાસ્કર એપ પર આપને રિઝલ્ટના ટ્રેન્ડ અને તેની અસરો સાથેનું વીડિયો ન્યૂઝ બુલેટિન પણ જોવા મળશે. દેશભરની તમામ ચર્ચાસ્પદ લોકસભા સીટો, મેદાનમાં ઊતરેલાં મોટાં માથાંની જીત-હારની સ્થિતિ, પરિણામોનું ફાસ્ટેસ્ટ અને વિશદ્ વિશ્લેષણ, રસપ્રદ એન્ગલ્સથી ગ્રાફિક્સ અને વીડિયો સાથેની એનાલિટિકલ સ્ટોરીઝ અને બીજું ઘણું બધું આખો દિવસ આપને દિવ્ય ભાસ્કર એપ પર જોવા-વાંચવા-જાણવા મળશે. બસ ત્યારે, લોકસભા ઇલેક્શન રિઝલ્ટના દિવસે તમે ગમે ત્યાં હશો, તમને સૌથી ઝડપી, સૌથી સચોટ અને સૌથી વિગતવાર અપડેટ્સથી માહિતગાર રાખવાની જવાબદારી અમારી. આપના પરિવારજનો અને મિત્રોને પણ દિવ્ય ભાસ્કર એપ શૅર કરો અને તેમને પણ આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનાવો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.