પૂરક પરીક્ષામાં મોબાઇલ કે સ્માર્ટ વોચ લઇ જવા પર પ્રતિબંધ - At This Time

પૂરક પરીક્ષામાં મોબાઇલ કે સ્માર્ટ વોચ લઇ જવા પર પ્રતિબંધ


પૂરક પરીક્ષામાં મોબાઇલ કે સ્માર્ટ વોચ લઇ જવા પર પ્રતિબંધ

પરીક્ષામાં ગણતરી કરવા માટે સાદુ કેલ્ક્યુલેટર વાપરી શકાશે
પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલા સેન્ટરમાં પ્રવેશ મેળવવો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પૂર્વક પરીક્ષાનો આરંભ તારીખ 24 જૂનને સોમવારથી થવાનો છે પૂરક પરીક્ષા માટે પરીક્ષાર્થીઓના પ્રવેશપત્રો બોર્ડની વેબસાઈટ પરથી શાળાઓ દ્વારા ડાઉનલોડ કરી પરીક્ષાર્થીઓને આપવામાં આવ્યા છે પરીક્ષાર્થીઓએ પ્રવેશપત્ર સાથે આપવામાં આવેલી સૂચનાઓનો અભ્યાસ કરીને અનુસરવાનું રહેશે જેમાં ખાસ તો પરીક્ષા સ્થળ પર કોઈ પણ પ્રકારનું સાહિત્ય ઈલેક્ટ્રિક ગેજેટ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ, મોબાઇલ ફોન જેવા ઉપકરણો લઈ જવા પર મનાઈ છે. પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા દરમ્યાન મોબાઈલ હશે તો ગેરરીતિ ગણાશે અને ગુનો નોંધવામાં આવશે. ઉત્તરવહીમાં લખાણ માટે ભૂરી (વાદળી) શાહી વાળી બોલપેન સિવાય અન્ય કોઈ ફ્રેન્ડ કે પેન્સિલનો ઉપયોગ કરવો નહીં. તારીખ 24 જૂનને સોમવારથી શરૂ થનારી આ પૂરક પરીક્ષામાં હોલ ટિકિટ શાળા પરથી મેળવી તેમાં દર્શાવેલ પરીક્ષાનું સ્થળ જાણીને તે સ્થળ ક્યાં છે તેની જાણકારી મેળવી લેવી. આ ઉપરાંત હોલ ટિકિટમાં પૂરક પરીક્ષાના વિષયોની તારીખ અને સમય ખાસ ધ્યાનમાં લેવો. પરીક્ષા સ્થળ અને નિવાસસ્થાન
વચ્ચેનું અંતર મુસાફરી માટેના સમયની ગણતરી અને ચોમાસાની ઋતુને ધ્યાને લઈને પરીક્ષાના સમય પહેલા પહોંચવું સુનિશ્ચિત કરવું દરેક પરીક્ષાર્થી માટે હિતાવહ રહેશે. હોલ ટિકિટમાં દર્શાવેલા વિષય માટે પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલા પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવવો. જે વિષયમાં ગણતરીના પ્રશ્નો આવતા હોય તેવા વિષયમાં ગણતરી કરવા માટે સાદુ ગણન યંત્ર કેલ્ક્યુલેટર વાપરી શકાશે બાકી તમામ મહત્વની સૂચનાઓ પેપરમાં હોય તે વાંચી લેવી અને બેઠક નંબર મુજબ જ પરીક્ષા ખંડમાં પોતાના નંબરની ચકાસણી કરી લેવી તેમ ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.