ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ.તેમજ આસ્થા ફાઉન્ડેશન ગ્રુપ દ્વાર 1303 બોટલ રક્ત એકત્રિત થયું
ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ.તેમજ આસ્થા ફાઉન્ડેશન ગ્રુપ દ્વાર 1303 બોટલ રક્ત એકત્રિત થયું
આજ રોજ તા : 29 7 2023 શનિવાર ના ધંધુકા મુકામે અમારા નિમંત્રણ ને માન આપી પધારેલા સગા સંબંધીઓ મિત્રો અને દરેક રક્તદાતા શ્રી ઓ ના સહયોગ થકી 1303 બોટલ રક્ત એકત્રિત થયું આપ સર્વે નો સહયોગ ખૂબ ખુબજ બિરદાવા ને લાયક છે.. આગળ ના સમય માં પણ આપડે દરેક કાર્યો માં આવીજ રીતે ખમ્ભે ખમ્ભો મેળવી કાર્ય કરતા રહયે એવી આશા સાથે શ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા એ જણાવ્યું હતું અને આપણું ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ. તેમજ આસ્થા ફાઉન્ડેશન ગ્રુપ દરેક દાતા શ્રી ઓ નો દિલ થી આભાર શ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા એ વ્યક્ત કર્યો હતો.
આત્મીય રક્તદાતા શ્રી ઓને ઋણ સ્વીકાર
મહાન ભારત માતાની અતિ પાવન, દિવ્ય એવં ભવ્ય ભૂમિ માથે જેટલા કંકર છે તેટલા શાલિગ્રામ, શંકર ને તિર્થંકર છે! ભાલ પ્રદેશ એટલે અનેક સંતો, મહંતો, કવિ, લેખકો, સાહિત્યકારો અને દાતારોની બહુરત વસુંધરા લેખી શકાય !
સંસ્કાર, સભ્યતા એવં સંસ્કૃતિના ઉજળા પાનાને ઉલેચીએ તો આ ધરામાંથી મહામુનિ હેમચંદ્રાચાર્યજી તથા સંત પુનિત મહારાજ જેવા અમૂલ્ય રત્નો તેની નીપજ એટલે પ્રેરણાત્મક ગૌરવ કહી શકાય ! માનવપ્રેમ, માનવધર્મ અને માનવતાની વિચારધારાને મૂર્તિ મંત કરવા આદરણીય શ્રી ઉપેન્દ્રસિંહ ચાવડા (ભાલનો સાવજ) સંચાલિત આસ્થા ફાઉન્ડેશન તથા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ધંધુકા દ્વારા આયોજિત 'રક્તદાન મહાયજ્ઞ' માં આપનું અનન્ય યોગ દાન કે જે ગુપ્તદાન રૂપે મળ્યું છે તે કોઈના માટે જીવતદાન બની જશે ! અન્નદાન, વસ્ત્રદાન, ગૌ દાન, નેત્રદાન, અંગદાન, સુવર્ણદાન કે વસ્તુદાન શ્રેષ્ઠ તો છે જ પણ રક્તદાન એ મહાદાન છે!
આપે અત્રે પધારી કિંમતી સમયદાન સહ રક્તદાન કરી અનેક યુવાનોને માનવતાની અનેરી પ્રેરણા અર્પી છે, આપશ્રીના માતા પિતાના સંસ્કારને ઉજળા કર્યા તે ગૌરવની લાગણી સાથે આપનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટર : સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.