લો બોલો...SCના બનાવટી ઓર્ડર-વોરંટ બતાવીને પૈસા પડાવ્યા:વીડિયો કોલ પર ઇંગ્લિશમાં વાત કરીને જાળમાં ફસાવ્યા; પદ્મ ભૂષણથી સન્માનિત SP ઓસવાલ સાથે 7 કરોડની છેતરપિંડી - At This Time

લો બોલો…SCના બનાવટી ઓર્ડર-વોરંટ બતાવીને પૈસા પડાવ્યા:વીડિયો કોલ પર ઇંગ્લિશમાં વાત કરીને જાળમાં ફસાવ્યા; પદ્મ ભૂષણથી સન્માનિત SP ઓસવાલ સાથે 7 કરોડની છેતરપિંડી


શું તમે સ્પેશિયલ 26 મૂવી જોઈ છે? આ મૂવીને સુપરહિટ ફિલ્મમાં ગણવામાં આવે છે. ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. જેમાં અક્ષય તેની ટીમને લઈને અલગ-અલગ લોકોને ધમકી આપે છે અને કહે છે કે તેઓ CBIમાંથી છે અને તેમને ત્યાં રેડ પડી છે. અસલ અસલી CBI ઑફિસર જેવો જ રૂઆબ અને કામ પણ એવું જ. આ જ કારણે બિઝનેસમેન કે પોલિટિશિયન તેમની જાળમાં ફસાઈ જાય છે. અક્ષય કુમાર અને તેમની ટીમ કામ પણ CBIની જેમ જ કરે છે કે કોઈને શંકા સુદ્ધાં ન જાય. આમ આવી રીતે તેઓ પોતાના ઓપરેશનને સફળ કરે છે. હવે આવી જ એક ઘટના પંજાબના એક પ્રખ્યાત બિઝનેસમેનને ત્યાં બની છે. કાપડ-સ્પિનિંગ કંપની વર્ધમાન ગ્રૂપના ચેરમેન અને પદ્મ ભૂષણ અવોર્ડથી સન્માનિત એસપી ઓસવાલ સાથે 7 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. છેતરપિંડી કરનારાઓએ તેમને સુપ્રીમ કોર્ટના આદેશના નામે ધરપકડ અને માનહાનિની ​​ધમકી આપી હતી. મિલકત સીલ કરવા અને ધરપકડ કરવા માટે તેમને નકલી વોરંટ મોકલ્યા. જે બાદ તેમની પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા હતા. જ્યારે એસપી ઓસવાલને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો, ત્યારે તેમણે લુધિયાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી એક ઠગની ધરપકડ કરી છે. વર્ધમાન ગ્રૂપના માલિક એસપી ઓસવાલને વર્ષ 2010માં કેન્દ્ર સરકારે પદ્મ ભૂષણ અવોર્ડથી સન્માનિત કર્યા છે. વર્ધમાન ગ્રૂપ દેશની જાણીતી કંપનીઓમાંની એક છે. આજે, ભારત સિવાય આ જૂથની વિદેશોમાં પણ ઘણી બ્રાન્ચ છે. તબક્કાવાર વાંચો કઈ રીતે એસપી ઓસવાલ ઠગાયા... 1. છેતરપિંડી કરનારે ફોન કર્યો, ધરપકડ વોરંટ અને મિલકત સીલ કરવા કહ્યું
પોલીસને આપેલી ફરિયાદ અનુસાર, એસપી ઓસવાલે જણાવ્યું કે તાજેતરમાં તેમના મોબાઈલ પર એક કોલ આવ્યો હતો. આરોપીએ કહ્યું કે તે દિલ્હીનો છે અને સુપ્રીમ કોર્ટથી તેમના નામ પર ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે તેમની સંપત્તિને સીલ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. ગઠિયાઓએ સુપ્રીમ કોર્ટ તેમજ ED, CBI અને કસ્ટમ વિભાગને ટાંક્યા હતા. 2. વીડિયો કોલ આવ્યો, ઠગે ઇંગ્લિશમાં વાત કરી
એસપી ઓસવાલે પોલીસને જણાવ્યું કે એક દિવસ સાયબર ઠગે તેમને વીડિયો કોલ કર્યો, જેમાં એક આરોપી વીડિયો કોલ પર હતો. આરોપી તેમની સાથે ઇંગ્લિશમાં વાત કરતો હતો. વાત કરવાની રીત પણ એવી હતી કે તે એકદમ શિક્ષિત લાગતો હતો. તે વર્ધમાન સ્વરૂપ અને તેનું નામ વારંવાર લેતો હતો. 3. સુપ્રીમ કોર્ટના બનાવટી ઓર્ડર-વોરંટ મોકલ્યા
આરોપીઓએ એસપી ઓસવાલને ફોન કરીને કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે કેસમાં આદેશ આપ્યો છે તેમાં તેમનું નામ પણ સામેલ છે. જ્યારે તેઓ માન્યા નહીં, ત્યારે સુપ્રીમ કોર્ટે તેમને તેમની સંપત્તિ સીલ કરવાનો આદેશ તેમજ તેમની ધરપકડ માટે વોરંટ મોકલ્યું. જે બાદ તેમને થોડો વિશ્વાસ આવ્યો અને ધીરે ધીરે ફ્રોડસ્ટર્સે તેમને પોતાની જાળમાં ફસાવી લીધો. 4. જ્યારે ખાતરી થઈ ત્યારે 7 કરોડ રૂપિયા માગ્યા
જ્યારે વર્ધમાનના માલિક એસપી ઓસ્વાલને ખાતરી હતી કે તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે, ત્યારે તેમણે આરોપીઓએ તેમને બચાવવા અને કેસમાંથી બહાર કાઢવા માટે 7 કરોડ રૂપિયાની માગણી કરી હતી. એસપી ઓસવાલે આરોપીઓને પૈસા આપ્યા હતા. 5. ઠગને સરકારી એજન્સીઓ વિશે પણ સંપૂર્ણ જાણકારી હતી
એસપી ઓસવાલે કહ્યું કે, આ ગઠિયાઓને દેશની સરકારી એજન્સીઓ વિશે સંપૂર્ણ જાણકારી હતી. તેમને કાયદાનું પણ સારું જ્ઞાન હતું. આરોપીઓએ તેમને કેસમાંથી બચાવવાનું વચન આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. તે તેમને વારંવાર કહી રહ્યા હતા કે તમે વર્ધમાન ગ્રૂપના માલિક છો અને દેશમાં તમારી એક અલગ ઓળખ છે. 6. બદનામીનો ડર બતાવ્યો
આરોપીઓએ તેમને બદનામીનો ડર બતાવ્યો અને કહ્યું કે રક્ષણ જોઈતું હોય તો જોઈ લો, નહીંતર તમારી મરજી છે, ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. તેનાથી તમારી કંપનીનું નામ ખરાબ થશે. એસપી ઓસવાલે જણાવ્યું કે ઠગે તેમને વારંવાર કોર્ટે જારી કરેલા આદેશો અને ધરપકડ વોરંટ વિશે જણાવતા હતા. તેઓ આ જ કેસની તપાસ કરી રહ્યા છે અને તપાસમાં અમને સહકાર આપવા જણાવ્યું. તેઓ એ પણ કહેતા હતા કે અમે તમને અને કંપનીને બદનામ થવા દઈશું નહીં. કારણ કે અમે જાણીએ છીએ કે તમે માનનીય વ્યક્તિ છો. એસપી ઓસવાલે કહ્યું કે, આરોપીઓ દિલ્હી પોલીસનું નામ પણ લેતા હતા. લુધિયાણા પોલીસના હાથે ઝડપાયેલો એક સાયબર ફ્રોડસ્ટર
ફરિયાદ બાદ લુધિયાણા પોલીસે આ કેસને ખૂબ ગંભીરતાથી લીધો અને એક ગુનેગારની ધરપકડ કરી. જ્યારે અન્ય બે ઠગ પણ આમાં સામેલ છે. જેના પોલીસ દરોડા પાડી રહી છે. ટૂંક સમયમાં લુધિયાણા પોલીસ સમગ્ર મામલો મીડિયા સમક્ષ રજૂ કરશે. મળતી માહિતી મુજબ, લુધિયાણા પોલીસે ધરપકડ કરાયેલા દુષ્ટ ઠગ પાસેથી 6 કરોડ રૂપિયા રિકવર કર્યા છે. તે ઠગને લગતા વધુ ખુલાસા થવાની શક્યતા છે. તે જ સમયે, ડીસીપી શુભમ અગ્રવાલે કહ્યું કે આવો કોઈ મામલો સામે આવ્યો નથી. પરંતુ તે મારા અધિકારક્ષેત્રમાં આવતું નથી. થોડા દિવસ પહેલાં અન્ય એક વેપારી સાથે પણ કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હતી
વર્ધમાન ગ્રૂપના માલિક એસપી ઓસ્વાલની છેતરપિંડી કરતા પહેલાં, આરોપીઓએ થોડા દિવસો પહેલા જ લુધિયાણાના અન્ય એક ઉદ્યોગપતિ રજનીશ આહુજા સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. એ આરોપીઓ પણ હોંશિયાર હતા અને બોલવામાં ખૂબ જ શિક્ષિત લાગતા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.