આકાશવાણી ક્વાર્ટરમાં ત્રણ દિવસ બંધ રહેલ એન્જીનીયરના મકાનમાં તસ્કરો ત્રાટકયા: રૂ.45 હજારની મતાની ચોરી - At This Time

આકાશવાણી ક્વાર્ટરમાં ત્રણ દિવસ બંધ રહેલ એન્જીનીયરના મકાનમાં તસ્કરો ત્રાટકયા: રૂ.45 હજારની મતાની ચોરી


આકાશવાણી ક્વાર્ટરમાં ત્રણ દિવસ બંધ રહેલ એન્જીનીયરના મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.45 હજારની મતા ચોરી નાસી છૂટતાં યુનિવર્સિટી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે અંગે યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે સ્ટાફ ક્વાટર્સ ડી-3 માં રહેતાં દિવાકર અશોકકુમાર ચોરસીયા (ઉ.વ.58) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેના પત્નિ સાથે રહે છે અને રેસકોર્ષ ગેલેક્ષી ટોકીઝની પાછળ આવેલ આકાશવાણી રેડીયો સ્ટેશનમા આસીસ્ટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. તેઓ પાંચ વર્ષથી અહીં રહે છે.
વધુમાં જણાવ્યું કે, તેઓ દંપતી ગઇ તા.12/10/2023 ના રાજસ્થાનના પુષ્કર ખાતે ફરવા ગયેલ હતા. બાદમાં તા.15/10/2023 ના ઘરે પરત આવેલ હતા અને આવીને જોયુતો ઘરનો મેઇન દરવાજો ખુલ્લો હતો. ઘરની બહાર બુટ -ચંપલ રાખવાના સ્ટેન્ડની અંદર તાળુ તથા મેઇન દરવાજાનો નકુચો બન્ને ત્યા પડેલ હતા. ઘરમા અંદર તપાસ કરતાં ઘરનો સામાન વેર-વિખેર હાલતમા પડેલ હતો. તેમજ અંદરના બેડરૂમમા રહેલ માતાજીના મંદિરનો સામાન વેર-વિખેર હતો. મંદિરમાંથી 10-10 ગ્રામના ચાંદીના ત્રણ સિક્કા રૂ. 15 હજાર અને કબાટમાં રાખેલ રોકડ રૂ. 20 હજાર તેમજ એક મોબાઈલ ફોન રૂ.10 હજાર જોવા મળેલ નહીં. જેથી તેમના ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.45 હજારનો મુદ્દામાલ અજાણ્યો શખ્સો ચોરી કરી નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.