બોટાદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે શપથ વિધિ કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે શપથ વિધિ કાર્યક્રમ યોજાયો


(અજય ચૌહાણ)
ભારતના બંધારણના અંગીકરણના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. ૨૬ નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રમાં સાંપ્રદાયિક સદ્દભાવ અભિયાન સપ્તાહ ઉજવાઈ રહ્યું છે,જે અંતર્ગત આરોગ્ય શાખા, બોટાદ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો બી.એ.ધોળકિયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો બી.કે વાગડિયા તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ઉપસ્થિતિમાં આરોગ્ય શાખા તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિતે શપથ ગ્રહણ કરાયા હતા.

ઉપસ્થિતો એ ભારતને સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન સમાજવાદી પંથનિરપેક્ષ લોકતંત્રાત્મક ગણરાજ્ય બનાવવા અને નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને અવસરની સમતાની પ્રાપ્તિ માટે તથા આ બધા સાથે વ્યક્તિની ગરીમા અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુનિશ્ચિત કરતી ભાઈચારાની ભાવનાની અભિવૃદ્ધિ માટે સંકલ્પબદ્ધ રહેવાના શપથ લીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.