PMશ્રી વડનગર – ૨ પ્રાથમિક શાળામાં CRC કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન થયેલ.*
*યોગેશ કાનાબાર રાજુલા
PMશ્રી વડનગર - ૨ પ્રાથમિક શાળામાં CRC કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન થયેલ.*
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ - ગાંધીનગર પ્રેરિત,
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - અમરેલી તથા બીઆરસી ભવન રાજુલા માર્ગદર્શિત સીઆરસી રાજુલા કન્યા શાળા - ૧ આયોજિત ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024 (વિજ્ઞાન મેળા)નું આયોજન PMશ્રી વડનગર - ૨ પ્રાથમિક શાળામાં તારીખ 18-9-2024 ના રોજ યોજવામાં આવેલ. આ વિજ્ઞાન મેળામાં બીઆરસી કો-ઓર્ડીનેટર અજયભાઈ ખુમાણ,કેનીશ્રી લાલજીભાઈ સિંધલ તેમજ PMશ્રી શાળાના આચાર્ય ડો. ગીતાબેન બગડા ઉપસ્થિત રહેલ.
નિર્ણાયક તરીકે જે. એ. હાઈસ્કૂલના ચંદોરા સાહેબ તેમજ ટી.જે.બી.એસ. હાઈસ્કૂલના મયુરીબેન હડિયા એ કામગીરી કરી હતી.
આ કાર્યક્રમમાં CRCમાં સમાવિષ્ટ 12 શાળાઓમાંથી વિવિધ પાંચ વિભાગમાં 30 જેટલી વિજ્ઞાનની કૃતિઓ રજૂ થયેલ હતી. વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલ તમામ બાળ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકશ્રીને પ્રમાણપત્ર તેમજ ઈનામ આપવામાં આવેલ. સીઆરસી કક્ષાએ પસંદ થઈ દરેક વિભાગમાંથી એક-એક કૃતિને તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં મોકલવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી કો- ઓર્ડીનેટર મનજીભાઈ સરવૈયા એ કર્યું હતું.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.