ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિકાસકાર્યો સંદર્ભે કોડિનાર ખાતે પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ*
*ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિકાસકાર્યો સંદર્ભે કોડિનાર ખાતે પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ*
-------------------
*જનપ્રતિનિધિશ્રીઓની રજૂઆતો સંદર્ભે ઝડપી અને સુનિયોજિત રીતે વિકાસ કાર્યો પૂર્ણ કરવા માર્ગદર્શિત કરતા પ્રભારી મંત્રીશ્રી*
-------------------
ગીર સોમનાથ જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કોડિનાર વિશ્રામગૃહ ખાતે નગરપાલિકાઓના વિકાસકાર્યો અને જિલ્લાના બાકી રહેલા વિવિધ કામો અંગે અધિકારીશ્રીઓ અને જનપ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક યોજી હતી.
પ્રભારીમંત્રીશ્રીએ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી જનકલ્યાણલક્ષી કામો અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને જનપ્રતિનિધિશ્રીઓની રજૂઆતો સંદર્ભે ઝડપી અને સુનિયોજિત રીતે વિકાસ કાર્યો પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
પ્રભારીમંત્રીશ્રી સમક્ષ જનપ્રતિનિધિશ્રીઓએ નગરપાલિકાના શહેરી વિકાસ વિભાગને લગત મુદ્દાઓ, કોડિનાર શહેરના મુખ્ય રસ્તાઓમાં રિસરફેસિંગ અને સમારકામની જરૂરિયાત અંગે, આંતર માળખાકીય સુવિધાઓ, નગરપાલિકા અંતર્ગત બ્યુટીફિકેશનના કામો, રખડતા ઢોર અને પશુઓના કારણે થતી મુશ્કેલીના નિવારણ માટે શહેરની આસપાસની ખુલ્લી જગ્યામાં કેટલ પોન્ડ (ઢોરનો ડબ્બો) બનાવવા, વડનગર અને રોણાજ ચોકડી પાસે અકસ્માતો ઘટાડવા માટે ડિવાઈડર, રિફ્લેકટર મૂકવા જેવા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરી હતી.
જનપ્રતિનિધિશ્રીઓની તમામ રજૂઆતોને લક્ષમાં લઈ અને સત્વરે તમામ મુદ્દાઓનું સુનિયોજિત રીતે નિરાકરણ આવે તે દિશામાં કામો હાથ ધરવા અંગે પ્રભારીમંત્રીશ્રીએ માર્ગદર્શિત કર્યા હતાં.
વધુમાં પ્રભારી મંત્રીશ્રીએ રાજ્ય સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા અને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમયમર્યાદામાં પૂર્ણ કરવા બાબતે સૂચન કર્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્યશ્રી પ્રદ્યુમનભાઈ વાજા, એ.પી.એમ.સી ચેરમેન શ્રી સુભાષભાઈ ડોડિયા, અધિક નિવાસી કલેકટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણીયા, જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.સી.ઠાકોર,
કોડિનાર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વિનોદ રાઠોડ, અગ્રણી સર્વ શ્રી એમ.એમ.મેર, ધનાભાઈ ભાલિયા, રમેશભાઈ બામણિયા, ભગુભાઈ પરમાર સહિત નગરપાલિકા, માર્ગ અને મકાન, પી.જી.વી.સી.એલ, ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
00 000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.