રાજકોટમાં શાપર પોલીસના ASIએ હોટેલ માલિકને લાકડીથી ફટકાર્યો, બે મોબાઇલ અને મોટર સાયકલની પણ લૂંટ ચલાવી
રાજકોટમાં શાપર પોલીસ દ્વારા હોટેલ સંચાલકને માર મારવામાં આવતો હોવાનો વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ હોટલ માલિક જાવિદભાઇ ગુર્જર દ્વારા શાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI પ્રભાત બાલસરા તથા બે અજાણ્યા પોલીસકર્મી વિરૂધ્ધ કોટડાસાંગાણી કોર્ટમાં આઇ.પી.સી.ની કલમ 323, 503, 292, 114, 120(બી) મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના પગલે કોર્ટે ફરિયાદ રજીસ્ટરે લઇ SP પાસેથી સમગ્ર ઘટના ક્રમનો રિપોર્ટ મંગાવતો હુકમ ફરમાવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.