**ACBની સફળ ટ્રેપ: સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે દારપણાના દાખલા માટે રૂપીયા 5000/-ની લાંચની માંગણી કરતા ઓફિસરવતી લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર રંગે હાથ ઝડપાયો** રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

**ACBની સફળ ટ્રેપ: સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે દારપણાના દાખલા માટે રૂપીયા 5000/-ની લાંચની માંગણી કરતા ઓફિસરવતી લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર રંગે હાથ ઝડપાયો** રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


**ACBની સફળ ટ્રેપ: સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે દારપણાના દાખલા માટે રૂપીયા 5000/-ની લાંચની માંગણી કરતા ઓફિસરવતી લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર રંગે હાથ ઝડપાયો**

ઓફિસરે દારપણાના દાખલા માટે રૂપીયા 5000/-ની લાંચની માંગણી કરતા ઓફિસર વતી લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર રંગે હાથ ઝડપાયો

સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે દારપણાના દાખલા માટે રૂપીયા 5000/-ની લાંચની માંગણી કરી હતી. ત્યારે ઓફિસર વતી લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર રંગે હાથ ઝડપાયો હતો. જાગૃત નાગરિકે ફરિયાદ કરતા ACBએ છટકું ગોઠવીને લાંચ લેનારને ઝડપી લીધો હતો.

સંજેલી તાલુકાના એક જાગૃત નાગરીકને દારપણાનો દાખલાની જરૂરીયાત હોઈ જાગૃત નાગરિક મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતાં ઓફિસમાં અરજી આપવા જણાવ્યું હતું. આ બાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહન સોમા બારીઆ (રહે. ભામણ, પટેલ ફળિયું, વાસીયા, તા.સંજેલી, જિ.દાહોદ)ને મળતાં તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટાભાઈના નામે મિલ્કત આવેલ હોઈ જેથી તેઓના
ત્યારબાદ દારપણાનો દાખલો ન મળતાં જાગૃત નાગરીકે ફરીથી તારીખ 11.11.2024ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતાં તેઓને ઓફીસના કર્મચારીએ જણાવેલ કે, સ્ટેમ્પ વેન્ડર મોહન હાજર ન હોઈ અને આવતીકાલે તારીખ 12.11.2024ના રોજ આવશે, તેમ જણાવતાં જેથી જાગૃત નાગરિક તારીખ 12.11.2024ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મેહુલ ચંન્દ્રકાંત રાજપાલને મળતાં મેહુલ ચંન્દ્રકાંત રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈ મળ્યાં હતાં ત્યારે મહેલ રાજપાલે મોહનભાઈને મોબાઈલ ફોનથી વાતચીત કરી જાગૃત નાગરિક પાસેથી રૂા.5000/-ની લાંચની માંગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે આજે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું જણાવ્યું હતું.
આ લાંચના નાણાં જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો. આ જાણકારી થતાંની સાથે મહીસાગર એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. તે,ઓ જાતે અને તેમની ટીમે આજરોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.5000/-ની લાંચની માંગણી કરતાં લાંચના નાણાં સ્વીકારતાં સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ ઝડપાઈ ગયાં હતાં અને ત્યારબાંદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર મેહુલ ચંન્દ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ વેન્ડર મોહન પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યાર બાદ પકડાઈ ગયા હતા. આ સંબંધે મહીસાગર એસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.