ગૃહકંકાસથી કંટાળી આઠ માસ પહેલાં જ પરણેલી ભરવાડ નવોઢાનો ફાંસો ખાઈ આપઘાત
યુનિવર્સિટી રોડ પરના શાસ્ત્રીનગરમાં ગૃહકંકાસથી કંટાળી આઠ માસ પહેલાં જ પરણેલી ભરવાડ નવોઢાએ પોતાના ઘરે વહેલી સવારમાં ફાંસો ખાઈ ઝીંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, યુનિવર્સિટી રોડ પરના શાસ્ત્રીનગરમાં રહેતી મિતલબેન રાજભાઈ ગમારા (ઉ.વ.22) આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ પોતાના રૂમમા પંખાના હુકમાં સાડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતાં 108 ને જાણ કરી હતી. 108ના ઇએમટીએ નવોઢાને તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસની ટીમ દોડી ગઈ હતી અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મૃતકના પિતા ઘૂસાભાઈ ભૂંડિયાએ જણાવ્યું હતું કે, તેમની પુત્રીના આઠ માસ પહેલાં જ લગ્ન થયાં હતાં બાદ બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં. જે બાદ ગઈકાલે એક મરણકામથી મિતલ તેની માતા સાથે માવતરે આવેલ હતાં. સાંજે તેનો પતિ તેમને તેડવા આવેલ હતો અને બાદમાં આજે વહેલી સવારે અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક એક ભાઈ- ત્રણ બહેનમાં નાની હતી. બનાવથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.