જાહેરમાં ગંદકી ચાલુ રાખતા ઉમિયા ચોકની પાનની 8 દુકાન સીલ - At This Time

જાહેરમાં ગંદકી ચાલુ રાખતા ઉમિયા ચોકની પાનની 8 દુકાન સીલ


રાજકોટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ અને ગંદકી ફેલાવવા બદલ મનપા દ્વારા કડક દંડનીય કાર્યવાહી તો ચાલી જ રહી છે. તેવામાં ગઇકાલે 1પ0 ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે આવેલ પાનની આઠ દુકાનો એક સાથે સોલીડ વેસ્ટ શાખાએ સીલ કરી નાંખતા ચા-પાન સહિતના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે.
શહેરમાં ઉમીયા ચોક, 150 ફિટ રીંગ રોડ પર આવેલ (1) ખોડલ પાન, (2) માધવ ડીલકસ પાન, (3) પટેલ પાન, (4) પ્યાસા પાન, (5) શ્રી ઉમિયાજી પાન, (6) આધ્યશક્તિ હોટલ, (7) બજરંગ પાન અને (8) ક્રિષ્ના પાન એમ, કુલ 8 દુકાનો દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવા બદલ નોટીસો આપવામાં આવી હતી અને દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો. એક વખત દંડ થાય એટલે દંડ ભરીને વાત પૂરી તેમ ઘણા ધંધાર્થી માનતા હોય છે. પરંતુ દંડ ભર્યા બાદ બેદરકારી ચાલુ રાખવામાં આવતી હોય, કોર્પો. દ્વારા ક્રોસ ચેકીંગ ચાલુ રાખવામાં આવે છે. તેના ભાગરૂપે ગઇકાલે આ તમામ આઠ દુકાનો આજુબાજુ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં દુકાનો બહાર કચરો ફેંકવા અને ગંદકી કરવાની પ્રવૃતિ ચાલુ હોય, આ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે.
ઉમિયા ચોકમાં સોલીડ વેસ્ટની ટીમે તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી (1) ખોડલ પાન, (2) માધવ ડીલકસ પાન, (3) પટેલ પાન, (4) પ્યાસા પાન, (5) શ્રી ઉમિયાજી પાન, (6) આધ્યશક્તિ હોટલ, (7) બજરંગ પાન અને (8) ક્રિષ્ના પાન એમ, કુલ 8 શોપના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ - 1949ની કલમ - 376 એ હેઠળ સીલ કરેલ છે


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.