હું ડી-સ્ટાફમાંથી છું, તું હોટલમાં યુવતી સાથે ખરાબ કામ કરવા ગયો ’તો કહીં યુવાન પાસેથી રૂ.40 હજાર પડાવ્યાં. ધરપકડ
થોડાં સમય પહેલાં એસટી બસસ્ટેન્ડ પાછળની એક હોટલમાંથી નીકળેલા 22 વર્ષીય યુવાનનો પીછો કરી 80 ફુટના રોડ પર પોલીસની ઓળખ આપી શખ્સે તું હોટલમાં યુવતી સાથે ખરાબ કામ કરવા ગયો હતો કહીં યુવાન પાસેથી રૂ.40 હજાર પડાવી નાસી છૂટ્યો હતો. બનાવ પોલીસ પાસે આવતાં એ.ડિવિઝન પોલીસે સતત સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપી સુધી પહોંચી હતી અને અલ્તાફ ખેરડીયા નામના શખ્સની ધરપકડ કરી હતી.
બનાવ અંગે મવડી-કણકોટ રોડ પર રહેતાં 22 વર્ષીય યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે એક્સેસ બાઇકમાં આવેલ અલ્તાફ દિલાવર ખેરડીયા (રહે. દૂધની ડેરી, ઝમઝમ પાનવળી શેરી) નું નામ આપતાં એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે સી.એ.ની ઓફીસમાં એકાઉન્ટટ તરીકે નોકરી કરે છે.
ગઇ તા.20/07/2024 ના રાત્રીના સાડા નવેક વાગ્યે તે પોતાની કાર લઈ બસ સ્ટેન્ડ પાછળ ગયેલ હતો. ત્યાં ચાની દુકાને ચા પીતો હતો ત્યારે ત્યાં એક યુવતી તેમના સામુ જોઈ ઇશારા કરતી હોય જેથી યુવાન તેમની પાસે ગયેલ હોય અને તેમને શરીર સુખની ઈચ્છા થયેલ હોય જેથી યુવતી પાસે જઇને શરીર સુખના ભાવ બાબતે પુછતા તેને હોટલ સહીત રૂ 1500 નું કહેતા યુવતી સાથે શરીર સુખ માણવા માટે બસ સ્ટેન્ડ પાસે આવેલ હોટલમાં ગયેલ હતો.શરીર સુખ માણીને રાત્રીના દસેક વાગ્યે હોટલથી નીચે ઉતરેલ.
ત્યાર બાદ ગાડી લઈને ભુતખાના ચોક થઇ નાગરીક બેંક ચોક અને સોરઠીયા વાડી સર્કલ થઈ 80 ફુટના રોડ પાસે આવેલ હુંડાઈના શો -રૂમની સામે આવેલ રોડ ઉપર કાર રાત્રીના સવા દસેક વાગ્યે ઉભી રાખતા તેમની પાસે એકસેસ બાઈક લઇ એક અજાણ્યો માણસ આવેલ અને કહેલ કે, તમારી કારના કાચ ઉતારો જેથી કારના કાચ ઉતારતા અજાણ્યા માણસે કહેલ કે, હું પોલીસવાળો છુ અને ડી.સ્ટાફમાં નોકરી કરુ છુ, હું તારો બસ સ્ટેન્ડ પાસેની હોટલથી પીછો કરુ છુ, તમારી ગાડીનું લાઇસન્સ મને બતાવો જેથી તેમને ડ્રાઇવીંગ લાઇસન્સ બતાવેલ હતું. બાદમાં અજાણ્યા માણસે કહેલ તે બસ સ્ટેન્ડ પાછળ આવેલ હોટલમાં એક છોકરી સાથે ખરાબ કામ કરેલ છે. જેથી તારે પોલીસ સ્ટેશન આવુ પડશે તેમ કહી મારી કારમાં અજાણ્યો પોલીસ વાળો માણસ બેસી ગયેલ હતો.
બાદમાં તે કારમાં બેસી ભકિતનગર સર્કલની સામે લઇ આવેલ અને ત્યાં અજાણ્યા માણસે કહેલ કે, બોલ પોલીસ ચોકીએ જવુ છે, કે અહી વહીવટ પતાવવો છે તેમ કહી રૂ.1.50 લાખની માંગણી કરેલ હતી. જેથી યુવાને કહેલ કે, મારી પાસે આટલા રૂપીયાની સગવડ ન થાય તેમ કહેતા અજાણ્યો શખ્સ ધમકાવા તેમજ ડરાવવા લાગેલ અને કહેલ કે, તારી ઉપર હોટલમાં તે ખરાબ કામ કરેલ છે, તેનો કેશ થશે તેમ કહી મારી છેલ્લા રૂ. 40 હજારની માંગણી કરેલ
જેથી યુવાન ભયભીત થઈ જતાં નજીકમાં આવેલ એટીએમમાંથી રૂ.20 હજાર અને ગુગલ પે થી રૂ.20 હજાર મળી કુલ રૂ.40 હજાર તેમને આપેલ હતાં. જે બાદ આરોપી નાસી છૂટ્યો હતો. આરોપી અજાણ્યો શખ્સ ફરિયાદી યુવાન પાસેથી પોલીસવાળાની ઓળખ આપી બળજબરી કરી રૂ.40 હજાર પડાવી લેતાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની યુવાને આપેલ અરજી બાદ એ. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ અને ટીમે તપાસ હાથ ધરી સીસીટીવી ફુટેજના આધારે બસ સ્ટેન્ડ નજીકથી આરોપી અલ્તાફ ખેરડીયાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીની પુછતાછમાં તેને પોતાના પોતાની સારવાર માટે રુપુયાની જરૂરિયાત હોય જેથી કૃત્ય કર્યાની કબુલાત આપી હતી. આરોપી વિરુદ્ધ અગાઉ પણ મારામારીના ગુના નોંધાયેલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.