કરમસદ નગરપાલિકા દ્વારા G-20 સમિટ-૨૦૨૩ અંતર્ગત જનજાગૃતિ માટે સિટીવોક યોજાઈ,
કરમસદ નગરપાલિકા દ્વારા G-20 સમિટ-૨૦૨૩ અંતર્ગત જનજાગૃતિ માટે સિટીવોક યોજાઈ, નગરસેવકો, નગરજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ જોડાયા
સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ વિસ્તારમાં વસવાટ કરતા નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કાર્યક્રમોમાં સામેલ થાય તથા વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવા શુભાશયથી G-20 સમિટ વર્ષ-2023ના સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કરમસદ નગરપાલિકા દ્વારા G-20 સિટિવોક (મેરેથોન) યોજાઈ હતી. કરમસદ બસ સ્ટેન્ડ થી સરદાર હાઉસ સુધી યોજાયેલ આ સિટી વોકમાં કરમસદ નગરપાલિકાના પ્રમુખશ્રી નિલેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી કૃતિકાબેન પટેલ, ચીફ ઓફિસરશ્રી એચ.બી. રાઠોડ, નગરસેવકો તેમજ નગરજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ અંગે કરમસદ નગરપાલિકા ચીફ ઓફિસર એચ.બી.રાઠોડે જણાવ્યું હતું કે આ સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા માસમાં વોર્ડ મિટિંગ, ભીંત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વીઝ સ્પર્ધા વગેરે કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવાં પ્રયત્નો પણ હાથ ધરવામાં આવનાર છે. આયોજન કરવામાં આવનાર જુદી-જુદી સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ,નાગરિકોને નગરપાલિકાઓ દ્વારા વિવિધ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.