ખત્રીવાડમાં રીક્ષા ચાલકની દાદાગીરી: બંગાળી કારીગર પર છરીથી હુમલો - At This Time

ખત્રીવાડમાં રીક્ષા ચાલકની દાદાગીરી: બંગાળી કારીગર પર છરીથી હુમલો


શહેરમાં લુખ્ખા તત્વોના પોલીસનો કોઇ ભય જ ન હોય તેમ જાહેરમાં છરી-તલવાર-પાઇપ જેવા હથિયારો કાઢી સામાન્ય શહેરીજનો પર હુમલો કરતા ખચકાતા નથી. પોલીસ પણ ગુનાને અંજામ આપ્યા બાદ જ કાર્યવાહી કરતી હોય જેથી આરોપીઓ પણ બિન્દાસ્ત બની ગુનાના અંજામ આપી રહ્યા છે.
ત્યારે આજે બપોરના સમયે સોની બજારની ખત્રીવાડમાં એક રીક્ષા ચાલકે સામાન્ય બોલાચાલીમાં બંગાળી કારીગર પર છરીના ઘા ઝીંકી હીંચકારો હુમલો કરતાં યુવાનને લોહી-લુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ બંગાળના અને હાલ સોની બજારમાં આવેલ ખત્રીવાડમાં રાધે ક્રિષ્ન જ્વેલર્સમાં સોની કામ કરતાં દિપંકર સુભાષભાઇ (ઉ.વ. 32) નામનો યુવાન આજે બપોરના સમયે પોતાનું બાઇક લઇ બહાર જતો હતો ત્યારે ખત્રીવાડની બંધ સાંકળી શેરીમાં એક રીક્ષા ચાલક ઘુસી ગયો હતો.
જેથી યુવાનને ત્યાંથી પોતાનું બાઇક સાથે નીકળવું હોય માટે રીક્ષા ચાલક સાથે ચડભડ થઇ હતી. જે બાદ ઉશ્કેરાયેલા રીક્ષા ચાલકે પોતાની રીક્ષામાંથી છરી કાઢી યુવાન પાછળ જીવલેણ હુમલો કરવા દોડ્યો હતો અને થોડે આગળ જઇ છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં યુવાન લોહી-લુહાણ થયો હતો.
બનાવ જાહેરમાં લોકોની અવરજવરના વિસ્તારોમાં બનતા ત્યાં હાજર લોકોમાં અફડાતફડી અને ભયનો માહોલ સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલ યુવાનને તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં એ-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ આર.જી. બારોટ સહિતના પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો હતો


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.