સોરઠીયા પ્લોટમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં દલિત યુવક પર બે પિતરાઈ ભાઈનો હુમલો - At This Time

સોરઠીયા પ્લોટમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં દલિત યુવક પર બે પિતરાઈ ભાઈનો હુમલો


સોરઠીયા પ્લોટમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં દલિત યુવક પર બે પિતરાઈ ભાઈઓએ ધોકાથી હુમલો કરતાં બેભાન થઈ ઢળી પડ્યો હતો. ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડી બનાવ અંગે એ. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ફરિયાદી ચંદ્રેશ ઉર્ફે હાથી ગોરધનભાઈ મકવાણા (ઉ.વ.28), (રહે. સોરઠીયા પ્લોટ શે.નં.02 જીલ્લા ગાર્ડનની પાસે) એ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના બાર વાગ્યાની આસપાસ તેઓ ઘરે હતાં ત્યારે કોઇ શેરીમાં અજાણ્યા શખ્સો ઝઘડો કરતા હતાં. જેથી તેઓ ઘરની બહાર જોવા માટે નીકળેલ તો ઘરની સામે વિજયનગરમાં રહેતાં તેના પિતરાઈ ધર્મેશ અને તેનો ભાઈ અજય દેવજીભાઇ ચાવડા કોઇ અજાણ્યા શખ્સો સાથે ઝઘડો કરી ગાળો બોલતાં હોઈ જેથી તેમને ગાળો બોલવાનિ ના પાડતા ધર્મેશ અને અજયે ઝઘડો કરી ધોકાથી માથામાં અને પગમાં ઘા ઝીંક્યા હતાં અને તેઓ ત્યાંથી ઘર પાસે ભાગવા જતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં.
બાદમાં બન્ને શખ્સો નાસી છૂટ્યા હતાં અને બાદમાં ફરિયાદીને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે હુમલો કરનાર બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.