કુકસવાડા ગામે રામદેવજી મહારાજ યજ્ઞ મંડપના ધાર્મિક કાર્યની સાથે સાથે પ્રકૃતિ પર્યાવરણ અને માનવસેવાકીય કાર્યની અનોખી ઉજવણી કરાઈ - At This Time

કુકસવાડા ગામે રામદેવજી મહારાજ યજ્ઞ મંડપના ધાર્મિક કાર્યની સાથે સાથે પ્રકૃતિ પર્યાવરણ અને માનવસેવાકીય કાર્યની અનોખી ઉજવણી કરાઈ


આપણા શાસ્ત્ર અને પૂરાણો મુજબ હિંદુ ધર્મ એક સનાતન ધર્મને વરેલો છે.આ સનાતન ધર્મ યુગો યુગો થી ચાલ્યો આવે છે. આ સનાતન ધર્મની જ્યોત રામદેવજી મહારાજે પ્રજ્વલ્લિત કરી હતી જે આજે પણ લોકોએ જાળવી રાખી છે.
રણુંજામાં અજમલ રાજાના ઘરે જન્મ ધારણ કરેલ ભગવાન વિષ્ણુંના અંશ સ્વરુપ શ્રી રામદેવજી મહારાજના જીવન ચરિત્ર અને તેમના કાર્યો તેમજ આદર્શોમાંથી પ્રેરણા લઈ અને લોકો આજ દિન સુધી તેમને યાદ કરે છે અને સનાતન ધર્મને વરેલા છે.
રાજસ્થાનમાં રામદેવરા ખાતે તેમનું જન્મ સ્થાન અને ગુજરાતમાં કાલાવડ રણુજા ઉપરાંત ઘણા ગામમાં રામદેવજી મહારાજના મંદિર આવેલા છે.અને દર બિજના દિવસે તેમના પાઠ પ્રસાદી તથા યજ્ઞ મંડપના આયોજન થાય છે.
આ રીતે જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના કુકસવાડા ગામે તા.૧૭.૦૫.૨૦૨૪ થી ૨૪.૦૫.૨૦૨૪ સુધી રામદેવજી મહારાજના યજ્ઞ મંડપનું આયોજન કરવામાં આવેલ આ આઠ દિવસના ધાર્મિક પ્રસંગે આજુબાજુ વિસ્તારના અનેક ભાવિક ભક્તજનોએ આ ભક્તિરસનું ભાથું બાંધી ધાર્મિક કાર્યમાં સહભાગી થયેલ.
આ આઠ દિવસના ધાર્મિક પ્રસંગે સમસ્ત કુકસવાડા ગામના યુવાનોએ પોતાના કામધંધા બંધ કરી અને આ સેવાયજ્ઞમાં પોતાનું યોગદાન આપેલ.આ ધાર્મિક કાર્યની સાથે સાથે વિજ્ઞાનને જોડી આ ગામના કાર્યકરોએ પ્રકૃતિ અને પર્યાવરણ જાળવણી અંગે પણ કાર્ય કરેલ.બહારથી આવેલ મહેમાનોને અગવડતા ન પડે તે માટે વિશાળ જગ્યામાં આ યજ્ઞ મંડપનું આયોજન કરેલ.હાલ ઉનાળાની ઋતુ ચાલે છે ત્યારે કાળજાળ ગરમીમાં માતાઓ,બહેનો,બાળકો તેમજ વૃદ્ધો માટે ઠેર ઠેર પાણીની ટાંકી મુકી પીવાના પાણીની વ્યવસ્થા કરેલ.લોકો દ્વારા ખાણી પીણીના લીધે થતા કાગળ અને પ્લાસ્ટિકના કચરાનો આ મંડપ સમિતી દ્વારા રોજે રોજ નિકાલ કરી સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ અંગે સ્વયંસેવકોએ ખુબ સારું આયોજન કરેલ.
મેળામાં રોજીરોટી માટે આવેલા ગરીબ માણસો કે જેઓ ખાણી પીણી અને વસ્તુ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે એવા લોકોને દરરોજ ભોજનની વ્યવસ્થા ફ્રીમાં કરી આપેલ.
દરરોજ મંડપના દર્શને આવતા લોકો માટે લાડુ અને ગાંઠિયાના પ્રસાદની વ્યવસ્થા કરી આપેલ.

આ રીતે આ મંડપના માધ્યમ થી સેવા ધર્મ અને ભક્તિની સાથે સાથે જીવદયા પ્રકૃતિનો સુમેળ પણ જોવા મળેલ છે.
આ યજ્ઞમંડપના ધાર્મિક પ્રસંગ ચૈત્રી નવરાત્રી બાદ થતા હોય છે આ સમય દરમિયાન ઉનાળાની ઋતુ હોવાથી જીવજંતુને ખાવાનું ઓછું મળતુ હોય છે તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધંધા રોજગારમાં પણ મંદી હોય છે જે આવા ધાર્મિક પ્રસંગોને લીધે આવા લોકોને રોજીરોટી મળે છે અને ખાણી પીણી તેમજ પ્રસાદ અને અન્નક્ષેત્રના માધ્યમથી નાના જીવજંતુને ખોરાક મળે છે અને ભુખ્યા તેમજ ગરીબ લોકોને અન્નક્ષેત્રના માધ્યમથી પેટની આંતરડી ઠરે છે.
આપણા દેશમાં ધાર્મિક તેમજ સામાજીક ઘણા પ્રસંગો થતા હોય છે જેમાં ઘણી જગ્યાએ વ્યવસ્થા અને આયોજનના અભાવે લોકોને તેમજ પ્રકૃતિ પર્યાવરણને નુકશાન થતું હોય છે.કુકસવાડા ગામના લોકોએ આ યજ્ઞમંડપના આધ્યાત્મિક પ્રસંગે સુચારુ આયોજન કરી અને ધર્મની સાથે સાથે પ્રકૃતિ,વિજ્ઞાન,પર્યાવરણ અને જીવદયા વગેરે બાબતોને અસર ન થાય તે બાબતે નોંધ લીધી છે તે ધન્યવાદને પાત્ર છે.આ મુજબ દરેક જગ્યાએ આવા કાર્યો થાય તો આપણે તે ઉજવણીને સાર્થક થઈ એવું સમજી શકીયે.
શિવમ્ ચક્ષુદાન આરેણા પરિવાર વતી રામદેવજી મહારાજ યજ્ઞમંડપની સૌ ભાવિક ભકતજનોને હાર્દિક શુભકામનાઓ.......જય અલખધણી

રિપોર્ટર સુદીપ ગઢીયા - 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.