રાજકોટ ખાતે ની સરાઝા હોટલ મા શ્રધ્ધા રાયચુરા દ્વારા આયોજિત "Art Fiesta "આર્ટ એકઝીબિશન યોજવામા - At This Time

રાજકોટ ખાતે ની સરાઝા હોટલ મા શ્રધ્ધા રાયચુરા દ્વારા આયોજિત “Art Fiesta “આર્ટ એકઝીબિશન યોજવામા


રાજકોટ ખાતે ની સરાઝા હોટલ મા શ્રધ્ધા રાયચુરા દ્વારા આયોજિત "Art Fiesta "આર્ટ એકઝીબિશન યોજવામા

આજરોજ તા. 15/12/2024ના રોજ રાજકોટ ખાતે ની સરાઝા હોટલ મા શ્રધ્ધા રાયચુરા દ્વારા આયોજિત "Art Fiesta "આર્ટ એકઝીબિશન યોજવામા આવેલ જેમાં ચુડા (સોરઠ) ગામનાં વતની તથા ભેસાણ તાલુકા હેલ્થ કચેરી ખાતે તાલુકા હેલ્થ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતાં શ્રી હિતેન્દ્ર ભીખુભાઈ નાગાણી જેઓ આ ગ્રુપ એકઝીબીશન માં ભાગ લઈ રહ્યા છે તેમનું આ 16 મું સમુહ ચિત્ર પ્રદર્શન છે આ પ્રદર્શનમા તેઓનું ભગવાનશ્રી રામ નું કેનવાસ પેઇન્ટિંગ સામેલ કરેલ હતુ જે કેરળ રાજ્યની લોકકળા મુરલ પર આધારીત હતુ જેને કલા રસીકો દ્વારા સારો પ્રતિસાદ મળેલ હતો હિતેન્દ્ર નાગાણી જેઓ નાની વય થી આર્ટ માં રસ ધરાવે છે જેઓ રેતીચિત્રો, એક્રેલિક ઓઇલ કલર, એક્રેલિક વોટર કલર,વોટર કલર તથા પેન્સિલ/ પેન વર્ક જેવા
માધ્યમ દ્વારા ચિત્રો નું સર્જન કરે છે. .તેઓ છેલ્લા ૩૦ વર્ષોથી આ ફિલ્ડ થી અળગા રહ્યા બાદ કોવિડ એપેડેમિક 2019 માં લોકડાઉન દરમ્યાન ફરી પાછી પીછી હાથમાં લેવાનો વારો આવેલ.. તેના દ્વારા ૩૪ વર્ષ પહેલાં બનાવવામાં આવેલ ચિત્રો નો સંગ્રહ છે.આ ઉપરાંત તેવો ના વર્ષ 2021 થી 2024 માં બનેલા ચિત્રો પણ સંગ્રહ છે. તેઓ શ્રી ફોટોગ્રાફી નો પણ શોખ ધરાવે છે. છેલ્લાં ૩૦ વર્ષ માં ઘણા પ્રસંગો માં ફોટોગ્રાફી કરી ચૂક્યા છે.ખાસ કરીને આરોગ્યના તમામ તાલુકા લેવલ ના કાર્યક્રમોમાં ફોટોગ્રાફી ની સેવા આપી ચૂક્યા છે આ સિવાય નાના મોટા ઘણા આરોગ્યના પ્રસંગો માં રંગોળી બનાવી ને પણ લોકોની પ્રશંસા મેળવી ચુક્યા છે.હિતેન્દ્ર નાગાણી હાલ રાજકોટ ખાતે "આર્ટ ફીએસ્ટા" માં ગ્રુપ એક્ઝીબિશનમાં પોતાના ચિત્રો રજૂ કરી જુનાગઢ જીલ્લા નું તેમજ ભેંસાણ તાલુકાનું ગૌરવ વધારેલ છે.
મધ્યમ વર્ગ ના પટેલ પરિવારમાંથી આવતા શ્રી હિતેન્દ્ર નાગાણી નિવૃતિ પછી પેઇન્ટિંગ કામ બાબતે જણાવ્યું હતુ કે વર્ષ ૨૦૨૬ માં તેઓનું એક સોલો આર્ટ એકઝીબીશન કરવાની ઈચ્છા છે તથા કોઈ આર્ટ એકેડમી માં જોઈન થઇ કળા ક્ષેત્ર માં આગળ વધવાની મહેચ્છા ધરાવે છે .તેઓ એ 2021 મા ધોરણ ૧૦ SSC ની ચિત્રકામ ની પરીક્ષા ૫૩ વર્ષે ની ઉમરે આપી ને સારા માર્ક સાથે પાસ કરી ને સાબિત કરી આપ્યું કે કલા સાથે તેમનો લગાવ ઉંમર સાથે વધવા પામેલ છે. હવે પછી તેમનું 17 મું કલા સમુહ ચિત્ર પ્રદર્શન ભાવનગર ખાતે યોજાશે. જેનુ "કલાસાધક"ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવનાર છે.આ સાથે આપડે સૌ તેમને આર્ટ એકઝીબીશન માં ભાગ લેવા બદલ તથા કળા ક્ષેત્ર તેવો ની સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે અભીનંદન પાઠવીએ ..


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.