૦૩/૧૦/૨૦૨૩એ મહાનગરપાલિકાની સામાન્ય સભા, કોર્પોરેટરોને ટેબલેટથી સજ્જ કરાશે
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા 3જી ઓક્ટોબરે યોજાશે. આ સામાન્ય સભામાં તમામ કોર્પોરેટરોને ટેબલેટથી સજ્જ કરવામાં આવશે. સામાન્ય સભા પહેલા જ ટેબલેટની ખરીદી કરી લેવામાં આવશે અને સામાન્ય સભામાં જ તમામને ટેબલેટ આપવામાં આવશે વિધાનસભામાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેપરલેસ બનાવવાના ભાગરૂપે તમામ ધારાસભ્યોને ટેબલેટ અપાયા છે તે પ્રકારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ મહાનગરપાલિકાને ડિજીટલ બનાવવાના ભાગરૂપે તમામ કોર્પોરેટરોને ટેબલેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.