સુરેન્દ્રનગર જિલ્લામાં વટેશ્વર વન ખાતે યોજાયેલ યોગ પ્રોટોકોલ શિબિરમાં જોવા મળી વિવિધતામાં એકતા - At This Time

સુરેન્દ્રનગર જિલ્લામાં વટેશ્વર વન ખાતે યોજાયેલ યોગ પ્રોટોકોલ શિબિરમાં જોવા મળી વિવિધતામાં એકતા


તા.18/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે 'યોગ સપ્તાહની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૧૭ જૂનના રોજ વટેશ્વર વન ખાતે યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામા આવ્યું હતું આ યોગ શિબિરમાં વિવિધતામાં એકતા પણ જોવા મળી હતી સર્વ ધર્મ સમભાવની લાગણીથી મુસ્લિમ સમાજના ભાઈઓ પણ હર્ષભેર જોડાયા હતા સ્વંય અને સમાજ માટે યોગના વિચાર સાથે સુરેન્દ્રનગરની મહિલાઓએ વઢવાણની પ્રખ્યાત એવી બાંધણીની લાલ અને લીલા રંગની સાડી પહેરી જુદા જુદા આસન પ્રાણાયામ અને મંત્રોચ્ચાર સાથે યોગ કર્યા હતા ઉલ્લેખનીય છે કે, આગામી ૨૧ જૂનના રોજ મહત્તમ નાગરીકો જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમમાં જોડાય તે માટે રાત્રિ સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે યોગ વાહકોને જુદી જુદી તમામ જ્ઞાતિ, સમાજ, સંસ્થાઓ, એકેડમી, નાગરીકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જિલ્લા યોગ કોર્ડીનેટર નીતાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાની યોગ ટીમ દ્વારા યોગ સપ્તાહની ઉજવણીરૂપે રોજ જુદી જુદી જગ્યાઓએ યોગલક્ષી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.