સામખીયારી પી.એચ.સીના સબ સેન્ટર-વોંધ ના વિસ્તારની કન્યા શાળા ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ઉજવણી તેમજ T3 કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
આજ રોજ ભચાઉ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંહ તેમજ પી.એચ.સી સામખીયારી મેડિકલ ઓફિસર ડો. હિરેન સાહેબ ના માર્ગદશન હેઠળ સબ સેન્ટર-વોંધ વિસ્તારની માધ્યમિક શાળા ખાતે એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી તેમજ T3 કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફગણ, સી. એચ. ઓ. પંકજ ચાવડા, જીત મેરિયા, ફીમેલ. હેલ્થ વર્કર ગીતા બેન,સુમલ બેન , એડોલેશન હેલ્થ કાઉન્સેલર પાતર કિરેનકુમાર હાજર રહ્યા હતા આ કાર્યક્રમાં કિશોર કિશોરીઓને પર્સનલ કેર આ અવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફારો, 15 થી 19 વર્ષ ની કિશોરીમાં જોખમી લક્ષણો ની ઓળખ સીઝન મુજબ ફળ,શાકભાજી,વર્ષમાં 2વખત કરમિયા ની ગોળીઓ, લગ્ન ની ઉંમર ,લોહીનું પ્રમાણ BMI વિશે વિસ્તૃત માહિતી આપી અને આઈ.એફ.એ ગોળી ના ફાયદા તેમજ ન્યુટ્રીશન,પૂરક આહાર વિશે માહીતી આપવામાં આવી. રક્તપીત્ત વિષે વિસ્તૃત માહિતી આપવા માં આવી. તેમજ દરેક કિશોર કિશોરીઓનું લોહીની તપાસ કરવામાં આવી. જેના એચ.બી ઓછા હતા તેમનું કાઉન્સિલિંગ કરવા માં આવ્યુ હતું. જેમાં વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવા માં આવ્યુ હતું તેમજ વિજેતા ને પ્રોત્સાહન ઈનામ આપવા માં આવ્યું હતું. ભચાઉ,કચ્છ
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.