કલેકટર કચેરી ખાતે PoSH એક્ટ તથા મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપતો સેમિનાર યોજાયો. - At This Time

કલેકટર કચેરી ખાતે PoSH એક્ટ તથા મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપતો સેમિનાર યોજાયો.


તા.18/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કામકાજના સ્થળે જાતીય સતામણી અટકાયત પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ - ૨૦૧૩' તથા મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપતી શિબિરનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કલેકટર કચેરી, સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું આ શિબિરમાં જુદી જુદી સરકારી કચેરીઓમાં ફરજરત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહિલા અને બાળ અધિકારી વી.એસ.શાહે આ એક્ટ અંતર્ગત આંતરીક સમિતિની રચના સહિતની બાબતો અંગે વિગતવાર જાણકારી આપી હતી તેમજ મહિલાલક્ષી સરકારી કલ્યાણકારી યોજનાઓની માહિતી દરેક ઘર પરિવાર સુધી પહોંચે તે માટે માર્ગદર્શન આપ્યું હતું તથા વધુમાં વધુ લોકો યોજનાઓનો મહત્તમ લાભ લે તે માટે પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો સરકારી વકીલ રાજેશ્રીબેન ત્રિવેદીએ 'કામકાજના સ્થળે જાતીય સતામણી અટકાયત પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ - ૨૦૧૩' ની વિગતવાર જાણકારી આપી હતી તેમજ આંતરિક સમિતિની રચના કઈ રીતે કરવા અંગે, આ સમિતિમાં કોનો કોનો સમાવેશ કરવો, સમિતિ કઈ રીતે કામ કરશે તેની વિસ્તૃત માહિતી આપી હતી દહેજ પ્રતિબંધક અધિકારી ભરતભાઈ ડાભીએ ઉપસ્થિત સર્વેને આવકાર્યા હતા તેમજ કાર્યક્રમની રૂપરેખા આપી હતી તદુપરાંત ઉપસ્થિત સર્વેને જાતીય સતામણી વિશેની શોર્ટ ફિલ્મ દ્વારા 'PoSH' એક્ટ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ડીસ્ટ્રીકટ મિશન કો - ઓર્ડીનેટર જલ્પા ચંદેશરા દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવતી જુદીજુદી કામગીરી, પ્રવૃત્તિઓ અને યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ શિબિરમાં જુદી જુદી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.