બાયડ ગાબટ રોડના રાજાની ભવ્ય વિસર્જનયાત્રા કાઢવામાં આવી.
બાયડમાં આવેલા ગાબટ રોડના ગણપતિ બાપ્પાની આજે ધામધૂમથી વિસર્જનયાત્રા કરવામાં આવી હતી .આ પ્રસંગે ગાબટ રોડ ની તમામ સોસાયટીના લોકો ગણપતિ બાપ્પાની વિસર્જનયાત્રામાં ખુબ મોટી સંખ્યા જોડાયા હતા.આ ગણેશચતુર્થીના તહેવારમાં ગાબટ રોડના રહીશો દ્વારા ગણપતિ બાપ્પાની પાંચ દિવસ ભક્તિભાવ થી સેવા કરવામાં આવી હતી .આ પાંચ દિવસમાં ભજન મંડળી તથા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ભજન મંડળી અને ડાયરામા લોકો ખૂબ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહી આ ડાયરાને નિહાળ્યો હતો.ગાબટ રોડ પર બે જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.(૧) એકદંત ગ્રુપ અને (૨) વિનાયક ગ્રુપ આ બંને ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. બંને ગ્રુપના સભ્યો દ્વારા ગણપતિ બાપ્પાની પાંચ દિવસ ખૂબ ઉત્સાહથી ભક્તિ કરવામાં આવે છે અને પાંચ દિવસ ના અંતે ગઈકાલે ગણપતિ બાપ્પાને (dj) ના તાલે વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે.આ વિસર્જનયાત્રામાં ગણપતિ બાપ્પાને બગીમાં બેસાડી બાયડ શહેરમાં નગર યાત્રા કરાવીને છેલ્લે વાત્રક નદીમાં ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.