મહીસાગર જિલ્લામાં જંગલી ભૂંડનો ત્રાસ યથાવત - At This Time

મહીસાગર જિલ્લામાં જંગલી ભૂંડનો ત્રાસ યથાવત


મહીસાગર જિલ્લામાં જંગલી ભૂંડનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી વધી ગયો છે. ખેતરોમાં રહેલા ઉભા પાકમાં ભૂંડ નીલગાય ઘૂસી જાય છે અને પાકને નુકસાન પહોંચાડે છે. તેમજ ખેતરમાં હાજર ખેડૂતો પર હુમલા પણ કરે છે. વીરપુર તાલુકાની વાત કરવામાં આવે તો છેલ્લા એક સપ્તાહમાં જંગલી ભૂંડ દ્વારા બે વાર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં ખેડૂતોને ઇજાઓ પહોંચવા પામી છે. ત્યારે ફરીથી આવો એક બનાવ સામે આવ્યો છે. જેમાં વીરપુર તાલુકાના કુંભરવાડી ગામના માલિવાડના મુવાડા ગામે ખેતરે કામ કરી રહેલા એક 70 વર્ષીય ખેડૂત પર ભૂંડ દ્વારા હુમલો કરતા ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

||


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.