વડોદરાના તરસાલી આવાસ યોજનામાં દબાણ શાખા ત્રાટકી , - At This Time

વડોદરાના તરસાલી આવાસ યોજનામાં દબાણ શાખા ત્રાટકી ,


શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદે બાંધેલા ઢોરવાડા અને દુકાનોના શેડ તોડી પાડવાની કામગીરી વડોદરા કોર્પોરેશનના હાઉસિંગ વિભાગ દ્વારા કરવામાં આવી હતી . પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા ગયેલી દબાણ શાખાની ટીમ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું . જોકે , પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઇ અપ્રિય ઘટના બની ન હતી . દબાણો દૂર કરાયા : વડોદરાના તરસાલી આવાસ યોજનામાં દબાણ શાખા ત્રાટકી , ગેરકાયદેસરના ત્રણ ઢોરવાડા અને ચાર દુકાનોના શેડ દૂર કરાયા વડોદરા 2 કલાક પહેલા તરસાલી વિસ્તારમાં આવેલા આવાસોમાં ગરકાયદેસર બાંધી દેવાયેલા ઢોરવાડા દૂર કરવામાં આવ્યા . સ્થાનિક લોકો અને દબાણ શાખાની ટીમ વચ્ચે ઘર્ષણ શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી આવાસ યોજનાના મકાનોમાં l ડિસલાઈક L ગેરકાયદે બાંધેલા ઢોરવાડા અને દુકાનોના શેડ તોડી પાડવાની કામગીરી વડોદરા કોર્પોરેશનના હાઉસિંગ વિભાગ દ્વારા કરવામાં આવી હતી . પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા ગયેલી દબાણ શાખાની ટીમ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું . જોકે , પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઇ અપ્રિય ઘટના બની ન હતી . આવાસોમાં ઢોરવાડાનો ત્રાસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ ગરીબોની આવાસ યોજનામાં કેટલાક ગૌપાલકોને મકાનોની ફાળવણી કરવામાં આવી હતી . જેથી તેઓએ મકાનોની સાથે સાથે ઢોરવાડા પણ બનાવી દીધા હતા . કોર્પોરેશન દ્વારા ગાયોના વધી ગયેલા ત્રાસને પગલે ઢોરવાડા દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે . ત્યારે આજે તરસાલી આવાસ યોજનામાં ગેરકાયદેસર બનાવી દેવામાં આવેલા ઢોરવાડા દૂર કરી દીધા હતા . પાલિકાની દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે ઢોરવાડા દૂર કરવા માટે પહોંચતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા . ગેરકાયદેસર ઢોરવાડા બનાવનાર પશુપાલકોમાં ફફડાટ તરસાલી ખાતે આવેલા આવાસોમાં રહેતા લોકોએ અનેક વખત ઢોરવાડા દૂર કરવા માટે પાલિકામાં રજૂઆત કરી હતી . પરંતુ , પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા . પરિણામે ઢોરવાડા બાંધી દેનાર પશુપાલકો બેફામ બની ગયા હતા . પરંતુ , હાઇકોર્ટ દ્વારા રખડતી ગાયો ઉપર અંકુશ લાવવા માટે આદેશ કર્યા બાદ પાલિકા તંત્ર દ્વારા હવે રસ્તા ઉપર રખડતી ગાયોને ઢોરડબામાં પૂરવાની કાર્યવાહી સાથે ગેરકાયદેસરના ઢોરવાડા પણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે . પરિણામે ગેરકાયદેસર ઢોરવાડા બનાવી દેનાર પશુપાલકોમાં ફફ઼ડાટ વ્યાપી ગયો છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.