જિંદગીને જીવનનો ભાર! ત્રણની આત્મહત્યા
સહનશક્તિના અભાવે આશા પર હતાશા એટલી હદે હાવી થઇ ગઇ છે કે, ઉત્તરાયણ જેવા ખુશીના તહેવારે પણ નજીવી બાબતોમાં આત્મહત્યાની ત્રણ ઘટના ઘટી હતી. જેમાં ગોંડલ રોડ પર ખોડિયારનગરમાં રહેતી યુવતીએ, મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા મૂળ તેલંગાણાના છાત્રએ અને સરધારમાં નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કરનારી યુવતીએ અમૂલ્ય જિંદગી ટૂંકાવી લીધી હતી.
રાજકોટના સરધારમાં રહેતી અને નર્સિંગનો કોર્સ પૂર્ણ કરી નોકરીની તૈયારી કરતી યુવતી મકરસંક્રાંતિના દિવસે તેના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરધારમાં સૂકી સાજડિયાળી રોડ પર રહેતી સ્વાતિબેન હીરાભાઇ પરમાર (ઉ.24) એ પોતાના ઘેર છતના હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવમાં બહારથી ઘેર આવેલા યુવતીના પિતાઅે પુત્રીની લાશ લટકતી જોઇ દેકારો કરતાં પાડોશના લોકોએ આવી યુવતીને ઉતારી જાણ કરતાં 108ના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવને પગલે આજી ડેમ પોલીસ મથકના જમાદાર હેમતભાઇ સહિતના સ્ટાફે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવતી બે ભાઇમાં એકની એક બહેન હોવાનું અને નર્સિંગનો કોર્સ પૂર્ણ કરી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરતી હોવાનું અને તેના પિતા ત્રંબા ગામે પીજીવીસીએલમાં નોકરી કરે છે.
શહેરમાં મોરબી રોડ પર મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો અને મૂળ તેલંગાણાના એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ મકરસંક્રાંતિના દિવસે હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસની તપાસમાં વિદ્યાર્થીએ ફોન કરી તેના માતા-પિતા અને મિત્રો સાથે વાતચીત કરી આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વિદ્યાર્થીનો મોબાઇલ કબજે કર્યો હતો પરંતુ પાસવર્ડ હોય ટેક્નિકલની મદદથી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મારવાડી કોલેજની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ છતના હૂકમાં ઓછાડ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અન્ય વિદ્યાર્થીઓ જોઇ જતા સંચાલક સહિતનાએ તેને નીચે ઉતારી જાણ કરતા કુવાડવા પોલીસ મથકના જમાદાર કેતનભાઇ સહિતે તપાસ કરતા આપઘાત કરનાર વિદ્યાર્થી શા રેડ્ડી સાઇનામ રેડ્ડી (ઉ.19) હોવાનું અને મૂળ તેલંગાણાનો વતની હોવાનું બહાર આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
