સુરેન્દ્રનગર જિલ્લામાં આર્મ્સ એક્ટના ગુનાના આરોપીઓના ઘરમાં પોલીસનું સર્ચ ઓપરેશન
સુરેન્દ્રનગર જિલ્લામાં અન્ય રાજયોમાંથી હથિયારના પરવાના લઈ આવ્યા અંગેની વીવીધ પોલીસ મથકે 19 ફરિયાદો નોંધાઈ છે જેમાં 3 ફરિયાદો બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે ત્યારે આ હથીયાર માટે પોલીસે આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ બીજી તરફ 100 કલાકની કામગીરી બાદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં 3 લાખથી વધુનો દંડ નીયમો નેવે મુકી ચાલતા વાહનચાલકો પાસેથી વસુલાયો છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયાના માર્ગદર્શનથી એસઓજી પીઆઈ બી. એચ. શીંગરખીયા સહિતની ટીમે અન્ય રાજયોમાંથી હથીયારના પરવાના મેળવ્યાનો પર્દાફાશ કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં હથીયારના પરવાના સહેલાઈથી ન મળતા અમુક લોકો અન્ય રાજયોમાંથી હથીયારના પરવાના લઈ આવ્યા હતા પરંતુ આ અંગે નજીકના પોલીસ મથકે જાણ કરી ન હતી આ ઉપરાંત ચૂંટણી સમયે હથીયાર પોલીસ મથકે જમા કરાવવાના હોય છે ત્યારે ચૂંટણીના સમયે પણ આ ઈસમોએ હથીયાર જમા કરાવ્યા ન હતા પોલીસની તપાસમાં આવા 21 લોકોએ હથીયારના પરવાના મેળવ્યા છે જેમાંથી 19 લોકોએ હથીયારની ખરીદી કરી હતી જયારે 3 શખ્સોએ હજુ સુધી હથીયારની ખરીદી કરી ન હતી આ અંગે સમગ્ર જિલ્લામાં 19 ઈસમો સામે પોલીસ ફરિયાદ થઈ છે જેમાંથી 3 ફરિયાદ સુરેન્દ્રનગરના બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે ત્યારે બી ડીવીઝન પીઆઈ ટી.બી.હીરાણી, મુકેશ ઉત્તેળીયા, દીલીપ ઠાકોર, બળદેવસીંહ પઢીયાર, રાકેશ સોલંકી સહિતનાઓએ આ ઈસમોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ જેમાં હથીયારો મળી આવ્યા ન હતા બીજી તરફ ડીજીના હુકમ બાદ 100ની કલાકની કાર્યવાહી હજુ પણ જિલ્લામાં ચાલુ છે છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો 221 રીઢા આરોપીઓને ચેક કરાયા છે જયારે ટ્રાફીક ડ્રાઈવમાં 299 વાહનો ડિટેઈન કરાયા છે અને એનસી કેસ કરી 3 લાખથી વધુનો દંડ જિલ્લા પોલીસે વસુલ કર્યો છે આ ઉપરાંત 186 આરોપીઓ સામે છેલ્લા એક સપ્તાહમાં અટકાયતી પગલા લેવાયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
