રાજકોટ સરકારી ઈજનેરી કોલેજમાં ઈનોવેશન શૉ યોજાયો.
રાજકોટ શહેર તા.૧૧/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટની સરકારી ઈજનેરી કોલેજમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ઈનોવેશન શૉ કમ સ્ટાર્ટ અપ એક્ઝિબિશન તથા વિકાસની થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીએ કહ્યું હતું કે, ટેકનોલોજીના આવિષ્કાર અને વિકાસ બંને સાથે ચાલતી પ્રક્રિયા છે. વિવિધ ક્ષેત્રે ટેકનોલોજીમાં આગળ વધતા વિદ્યાર્થીઓના કૌશલ્ય માટે ભારત જેવા વિકાસશીલ દેશમાં અનેક તકો છે. ત્યારે પ્રાંત અધિકારીએ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને તેમના કૌશલ્યનો ભારતના વિકાસમા ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. આચાર્ય ડૉ.કિશોર મારડિયાએ કાર્યક્રમમાં સ્વાગત ઉદબોધન કરી વિકાસ સપ્તાહ અંતર્ગતની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ રજૂ કરી કરવામાં આવ્યા હતાં જેમાં આશરે ચારથી પાંચ છાત્રોની બનેલી વિવિધ ૨૦ જેટલી ટીમો દ્વારા પોતાના પ્રોજેક્ટસની રજૂઆત કરી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ વિકાસની થીમ આધારિત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. વિકાસ સપ્તાહ અંતર્ગત કોલેજ ખાતે યોજાયેલ નિબંધ અને વકતૃત્વ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ચાંદની પરમાર, વિકાસ સપ્તાહના નોડલ ઓફિસર પ્રો.એમ.પી.જાની, ડૉ.પ્રકાશ પીઠડીયા તથા ડૉ.પ્રાપ્તિ પંડ્યા અને મોટી સંખ્યામાં છાત્રો જોડાયા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.