જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા વિના મૂલ્યે ફિઝીઓથેરાપી કેમ્પ યોજાયો - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા વિના મૂલ્યે ફિઝીઓથેરાપી કેમ્પ યોજાયો


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા વિના મૂલ્યે ફિઝીઓથેરાપી કેમ્પ યોજાયો

જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવસેવકીય પ્રવૃત્તિઓ કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા વિના મૂલ્યે ફિઝીઓથેરાપી કેમ્પ તા.૩૧/૫/૨૩ બુધવારે સવારે ૧૦:૦૦ કલાકે ડો.મેરુ વી.કુમખાણીયા સાહેબ ની આશાપુરા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , બસ સ્ટેન્ડ સામે , બોટાદ ખાતે યોજાયો જેમાં લકવો ,સંધિવા ,કમરનો દુખાવો ,સ્નાયુઓ નો દુખાવો , સાઈટીકા તથા સ્ટીમબાથ વગેરે ની ફિઝીઓથેરાપી માર્ગદર્શન /સારવાર ભાવનગર ના અનુભવી અને નિષ્ણાંત ડો.નયનાબેન સોલંકી દ્વારા વિના મુલ્યે ૪૦ દર્દી તપાસી સારવાર કરવામાં આવેલ આ પ્રસંગે જાયન્ટ્સ સાહેલી ના પ્રમુખ હેમલતા બેન દેસાઈ , જાયન્ટ્સ ફેડરેશન ઉપ પ્રમુખ કેતન રોજેસરા , યુનિટ ડીરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , સાહેલી ના ઉપ પ્રમુખ દીનાબેન વડોદરિયા , સેક્રેટરી સોનલ બેન આદેસરા , સાહેલી ના સુજાતાબેન શાહ ,બેલાબેન રોજેસરા , મીના બેન બદ્રકિયા ,રંજનબેન વ્યાસ ,નીતાબેન લખાણી , નાદિરાબેન દરેડિયા ,આશાબેન રાજગોર જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા , મુકેશ જોટાણીયા , હરેશભાઈ પીઠવા , યંગ જાયન્ટ્સ ના પ્રમુખ કૂલદીપ વસાણી , બ્રિજ દાણી વગેરે ઉપસ્થિત રહી કેમ્પ ને સફળ બનાવેલ

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.