શહેરા તાલુકા સેવા સદન ખાતે ગુજરાત વન વિભાગ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલું કોનોકાર્પસનું વૃક્ષ જોવા મળ્યું
શહેરા
હાલ ગુજરાત વન વિભાગ દ્વારા કોનોકાર્પસ નામના વૃક્ષ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ વૃક્ષ ગ્રીન વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વૃક્ષ વિદેશી પ્રજાતિ હોવાને લઈ ઉછેરમાં વ્યાપક વધારો જોવા મળી રહ્યો છે આ વૃક્ષ કચેરીઓના કમ્પાઉન્ડના ગ્રાઉન્ડ રિસોર્ટ પાર્ટી પ્લોટ માં જોવા મળે છે આ વૃક્ષની પ્રજાતિ માનવ જીવન પર નકારાત્મક અસરો અને ગેરફાયદા ની અસર જોવા મળી રહી છે તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે અને ખૂબ વિકાસ પામે છે જેના કારણે સંદેશા વ્યવહાર કેબલ ડ્રેનેજ લાઈન અને તાજા પાણીની લાઈન ને નુકસાન પહોંચાડે છે આ વૃક્ષ શિયાળાના ઋતુમાં ફૂલો આવે છે જેના પરાગજકો આજુબાજુના વિસ્તારમાં ફેલાય છે જેના કારણે નાગરિકોને શરદી ઉધરસ અસ્થમા એલર્જી જેવા રોગો થવાની વનવિભાગ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો છે આ બાબતને ધ્યાને લઈ ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા તમામ ખાતાકીય અને વન મહોત્સવ નર્સરીઓમાં કોનોકાર્પસ ના રોગ ઉછેરવા તેમજ કોઈપણ વાવેતર વનવિસ્તાર તેમજ વનવિસ્તાર બહારના વિસ્તારમાં આ પ્રજાતિના રોપા ઉછેર તથા વાવેતરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વૃક્ષ ના તમામ સંબંધીતોને સૂચના પણ આપવામાં આવી છે કે કોનોકાર્પસ ના વાવેતર અને તેના આડ અસરો બાબતે વન વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમ કરી નાગરિકોને સમજણ આપવામાં આવશે તથા આ કોનોકાર્પસ વૃક્ષને શહેરા તાલુકા સેવા સદન ખાતેથી નિકંદન શહેરા વન વિભાગ દ્વારા કરવામાં આવશે
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ શહેરા
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.