બોટાદ ખાતે નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ ૨૦ સપ્ટેમ્બર અને ૪ ઓક્ટોબરના રોજ યોજાશે - At This Time

બોટાદ ખાતે નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ ૨૦ સપ્ટેમ્બર અને ૪ ઓક્ટોબરના રોજ યોજાશે


(અસરફ જાંગડ દ્વારા)
જિલ્લા વહીવટી તંત્ર અને બોટાદ નગરપાલિકા દ્વારા નગરપાલિકા કક્ષાનો વોર્ડ નં.૧ થી ૬નો સેવા સેતુ કાર્યક્રમ આગામી તા.૨૦મી સપ્ટેમ્બરે સવારે ૯થી સાંજે ૫ કલાક સુધી નગરપાલિકા કચેરીએ અને વોર્ડ નં.૭ થી ૧૧ નો તા.૪થી ઓક્ટોબરના રોજ સવારે ૯થી સાંજે ૫ કલાક સુધી સાંદિપની સ્કુલ, વરિયાદેવી મંદિર ખાતે યોજાશે આ કાર્યક્રમમાં શેરી ફેરિયાઓને પીએમ સ્વનિધિયોજનાનીલોનસહાય,આવક,જાતિ,ક્રિમિલેયર,ડોમીસાઈલને લગતા પ્રમાણપત્રો,રેશનકાર્ડને લગતી અરજીઓ, સહિત મ્યુનિસિપલ સેવાને લગતી વ્યક્તિગત રજુઆતો જેમ કે મરણ,લગ્ન નોંધણી,ટાઉન પ્લાનિંગ સાથે એસ.ટીની સેવાઓને લગતા પ્રશ્ન તેમજ વયવંદના યોજનાની સેવાને લગતા પ્રશ્નો અંગે સ્થળ ઉપર નિકાલ કરવા કાર્યવાહી કરાશે,કાર્યક્રમમાં આવતા અરજદારોએ સેવાઓ સબંધિત અરજીઓ માટે જરૂરી પુરાવા સાથે લાવવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. તંત્ર દ્વારા લોકોને આ આયોજનનો ખાસ લાભ લેવા માટે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.