રાજમોતી મીલ પાસે કોળી યુવકે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું
ભાવનગર રોડ પર મયુરનગર મેઈન રોડ પર આવેલ રાજમોતી મીલની બાજુમાં રહેતા અજયભાઈ મનસુખભાઈ થાપા (કોળી)(ઉ.વ.28) નામના યુવકે ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે પરીવારજનોને જાણ થતા તેમને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતો. પરંતુ ફરજ પરના હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતો. બનાવ અંગે જાણ થતાં થોરાળા પોલીસને જાણ કરતા પીએસઆઈ.એચ.એન.ગઢવી અને સ્ટાફ દોડી ગયો હતો.અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા તજવિજહાથ ધરી હતી. વધુમાં મૃતક યુવક મેટોડા કારખાનામાં નોકરી કરતો અને સંતાનમાં બે પુત્રી છે બનાવથી પરીવારમાં કલ્પાંત સાથે શંકાનું મોજું ફરી વળ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.