રાજકોટના કણકોટ રોડ પર 32 વર્ષીય પટેલ યુવાનનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટના કણકોટ રોડ પર મૂળ જોડિયાના રસનાળ ગામનો વતની અને રાજકોટમાં યુની. રોડ પર આઇકોન એપાર્ટમેન્ટમાં રહેતાં 32 વર્ષીય પટેલ યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં વતનમાં રહેતાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં યુની. રોડ પર આઇકોન એપાર્ટમેન્ટમાં રહેતાં વિક્કી જગજીવનભાઈ જીવાણી (ઉ.વ.32) ગઈકાલે સાંજના પોતાના ઘરેથી નિકળી કણકોટ રોડ આવેલ શનિવરી બજાર નજીક પહોંચ્યો હતો અને ત્યાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી તેમના મિત્રને જાણ કરી હતી.
બાદમાં દોડી આવેલ તેના મિત્રોએ તેમને સારવાર અર્થે પ્રથમ ખાનગી અને બાદમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે તેમના પરિવારને જાણ કરતાં તેઓ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યાં હતાં અને આક્રંદ મચાવ્યો હતો.
બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મૃતકના પિતાએ જણાવ્યા મુજબ, મૃતક યુવાન મેટોડા સ્થિત અદાણી કેમિકલમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. તે તેની પત્ની અને નાના ભાઈના પરીવાર સાથે રાજકોટમાં રહેતો હતો. બનાવ અંગે પરીવાર પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. બનાવથી પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.