મમતા બેનરજીની પાર્ટી માટે પૈસા ઉઘરાવતા 100 લોકોનુ લિસ્ટ ગૃહ મંત્રી અમિત શાહને સોંપાયુ
નવી દિલ્હી,તા.2.ઓગસ્ટ.2022પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી પાર્થ ચેટરજી અને તેમની સહયોગી એક્ટ્રેસ અર્પિતા મુખરજીની ઈડીએ કરેલી ધરપકડ બાદ દેશમાં આ કેસ ગાજી રહ્યો છે.અર્પિતાના ઘરેથી તો 50 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા અને આ બંનેની ધરપકડ શિક્ષક ભરતી કૌભાંડમાં કરાઈ છે. જોકે આ પૈસા ક્યાંથી આવ્યા અને અર્પિતા ઘર સુધી કોણે પહોંચાડ્યા તે હજી સ્પષ્ટ થયુ નથી. આ મામલે મમતા બેનરજીની પાર્ટી ટીએમસી પણ ખુલીને કશું બોલવા માટે તૈયાર નથી.બીજી તરફ પશ્ચિમ બંગાળ ભાજપના નેતાઓ આ મામલે એક્શનમાં આવી ગયા છે.પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા તથા ભાજપના આગેવાન શુવેન્દુ અધિકારીએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે.જેમાં અધિકારીએ અમિત શાહને એવા 100 લોકોનુ લિસ્ટ આપ્યુ છે જે ટીએમસી માટે પૈસા ઉઘરાવવા માટે જાણીતા છે. આમ પશ્ચિમ બંગાળ ભાજપના નેતાઓ ઈચ્છી રહ્યા છે કે, ટીએમસી માટે પૈસા ભેગા કરતા નેતાઓ પર પણ તવાઈ આવે.બીજી તરફ અર્પિતા મુખરજીએ પણ ઈડીને કેટલાક લોકોના નામ આપ્યા હોવાનુ કહેવાય છે. આ એ લોકો છે જે તેના ફ્લેટમાં પૈસા મુકવા માટે અવર જવર કરતા રહેતા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.