મોડી રાતે ઘરમાં ઘુસી સગીરાને ફોસલાવી બાથરૂમમાં લઈ જઈ પાડોશીએ અડપલાં કર્યા
રાજકોટમાં માધાપર વિસ્તારમાં મોડી રાતે ઘરમાં ઘુસી સગીરાને ફોસલાવી બાથરૂમમાં લઈ જઈ પાડોશીએ અડપલાં કરતો હતો ત્યારે સગીરાની ફઈ જોઈ જતાં ભાંડો ફૂટ્યો હતો અને આરોપી રોહિત નામનો શખ્સ રંગેહાથ પકડાઈ ગયો હતો. બનાવ અંગે યુની. પોલીસે પોકસો, એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી એસીપી રાધીકા ભારાઈએ તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટના મનહરપુરમાં રહેતાં કાંતિભાઇ રતાભાઈ સાગઠીયા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રોહિત જયંતિ સિપરિયા (ઉ.વ.22),(રહે. માધાપર દ્વારકાધીશ પેટ્રોલપંપની પાછળ, ખોડુ ચોક, નવરંગપરા) નું નામ આપતાં યુની. પોલીસે બીએનએસ એક્ટ 329(4), પોકસો, એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ તેમના 65 વર્ષીય માતા, નાના બહેન અને ત્રણ દીકરીઓ તથા એક દીકરા સાથે રહે છે. જેમાં નાની દીકરી 17 વર્ષની છે. તેમના પત્નિ 17 વર્ષ પહેલા ગુજરી ગયેલ છે. ગઈ રાત્રીના પાંચેક વાગ્યે તેમના મારા નાના દીકરાને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરેલ હોય જેનું ધ્યાન રાખવા સિવીલ હોસ્પીટલે તેઓ હતાં.
ત્યારે મોટી દીકરી ફોન આવેલ અને વાત કરેલ કે, તમે જલદી પોલીસ સ્ટેશન આવજો જેથી તેઓ તુરંત પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયેલ હતાં. જ્યાં તેમના બહેને વાત કરેલ કે, રાત્રીના આશરે ચારેક વાગ્યે બાથરૂમ જવા ગઈ ત્યારે બાથરૂમમાં તેમની સગીર દીકરી કોઇ અજાણ્યા છોકરા સાથે બાથરૂમમાં પુરાઇ ગયેલ હોય જેથી તેને બહાર આવવાનુ કહેતા તે બહાર આવેલ નહીં, જે બાદ તેણીએ 100 નંબર ઉપર ફોન કરી પોલીસની ગાડી બોલાવેલ અને સગીરાની પૂછપરછ કરતાં તેને જણાવેલ કે, રાત્રીના ચારેક વાગ્યે રોહિત સીપરીયા સાથે પ્રેમ સંબંધ હોય જેથી તેણીએ ફોન કરી રોહિતને ઘરે બોલાવેલ હતો.
બાદમાં અમે બંને ઘરના બાથરૂમમાં છૂપાઇ ને મળતા હતાં અને બંનેએ કિસ કરી હતી ત્યારે અચાનકથી ફૂઇ બંનેને બાથરૂમમાં જોઇ ગયેલ અને બંનેને બહાર આવવાનુ કહેતા અમે બહાર નહીં આવતાં તેઓએ 100 નંબર ઉપર ફોન કરી પોલીસની ગાડી બોલાવેલ હતી.
ઉપરાંત એક વર્ષ પહેલા પણ ફરિયાદીની સગીર પુત્રીને બાજુમાં રહેતો રોહીત સીપરીયા ભગાડી ગયેલ હતો અને તેની ફરીયાદ પણ કરેલ હતી. જે ગુન્હામાં તે બે મહીના જેલમાં પણ રહેલ હતો અને ફરીવાર પણ તેઓની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી શારિરીક છેડછાડ કરતાં ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી એસીપી રાધીકા ભારાઈએ તપાસ હાથ ધરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.