લીંબડીમાં એક અને વઢવાણમાં બે મળી ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાયા
- સુરેન્દ્રનગર જિલ્લામાં ગતિ વધારતો કોરોના- ઝાલાવાડ પંથકમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 16 થઇ : તંત્ર દ્વારા ટેસ્ટિંગ વધારી દેવાયું સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી વધ્યું છે. નવા દર્દીઓની સંખ્યા સામે આવી રહી છે. શુક્રવારે વઢવાણમાંથી ૬ પોઝીટીવ કેસ નોંધાયા છે, લીંબડીમાં પણ એક કેસ નોંધાયા છે. શનિવારે લીંબડી અને વઢવાણમાંથી ત્રણ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ઝાલાવાડ પંથકમાં કોરોના પોઝિટિવ દદીઓની સંખ્યા સામે આવી રહી છે. શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારોમાંથી નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. વઢવાણ શહેરી વિસ્તારમાંથી વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે લીંબડી શહેરમાંથી પણ એક કેસ સામે આવ્યો છે. શનિવારે જિલ્લામાં કુલ-૩ કેસ નોંધાતા અને એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતા એક્ટીવ કેસની સંખ્યા ૧૬ થઈ છે. જેમાં લીંબડીમાં ૨ કેસ, થાનગઢમાં ૪ કેસ,અને વઢવાણમાં ૧૦ એક્ટીવ કેસનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ચાર દર્દી સાજા થયા છે. શનિવારે સાંજ સુધીમાં ૬૬૨ આર.ટી.પી.સી.આર, ૧૦૧ એન્ટીજન મળીને કુલ ૭૬૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.